સર્વગ્રાહી કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં એક સાથે છ વિદ્યાર્થીનું ઉત્તીર્ણ હોવુ યુનિ. માટે
ગૈારવાન્વીત વાત-કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૈાહાણ
જૂનાગઢ તા.૧૫, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટી જૂનાગઢનાં સમાજશાસ્ત્ર વિભાગાનાં વિદ્યાર્થિઓએ
એકી સાથે છ વિદ્યાર્થીઓએ ગુજરાત સ્ટેટ એલીઝીબીલીટી ટેસ્ટ ઉતિર્ણ કરી છે. આ ખુશીને વધાવતા
અને સફળતા હાંસલ કરનાર સર્વે વિદ્યાર્થીઅને અભિનંદન પાઠવતા કુલપતિ પ્રો.(ડો.) પ્રતાપસિંહજી
ચૈાહાણે જણાવ્યુ હતુ કે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સમાજશાસ્ત્ર અને સમાજકાર્ય ભવનની
ગૌરવશાળી સિદ્ધિ છે. અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક પામવા, ઉમેદવારી કરવા નક્કી
કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટીમાં ઉત્તીર્ણ
થતાં આ વિદ્યાર્થીનાં લક્ષ્યને હાંસલ કરવા ઉપયોગી બનશે.
વર્ષ ૨૦૨૫ માં લેવાયેલ GSET પરીક્ષામાં સમાજશાસ્ત્ર ભવનના તેજસ્વી વિદ્યાર્થીઓએ
ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. ભવ્ય સફળતા હાંસલ કરનાર
વિદ્યાર્થીઓ સુશ્રી દિવ્યાબેન ખાણિયા, ડાંગર ધારાબેન, પાયલબેન ચુડાસમા, આરતીબેન રાઠોડ,
કાજલબેન ચાવડા અને પરમાર હેતલબેને GSET 2025 ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે,
તેઓને ઉત્તરોત્તર પ્રગતિ માટે અનેકગણી શુભકામ યુનિ.નાં અધ્યાપકગણ અને યુનિ. પરિવાર દ્વારા
વ્યક્ત કરવામાં આવી રહી છે. સમાજશાસ્ત્ર ભવનનાં વડા પ્રો.(ડો.) જયસિંહ બી.ઝાલાએ પોતાનાં
વિદ્યાર્થિઓની ઝળહળતી સિધ્ધી વિશે ગૈારવ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને સંબોતા જણાવ્યુ હતુ કે “તમારી
મહેનત, અમારું ગૌરવ” આજે સાર્થક કરી ભવનનું નામ રોશન કર્યુ છે. આવનાર દિવસોમાં આ સિધ્ધી
પ્રાપ્ત યુવાઓ માટે રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપક, સહાયક વ્યાખ્યાતા બનવા તકોનું
નિર્માણ થયુ છે.




















Recent Comments