મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે તા. 16 જાન્યુઆરીના રોજ રૂ.1,11,62,493/- કિંમતના 1,017
દિવ્યાંગ લાભાર્થીઓને અંદાજે 1,637 જેટલાં વિવિધ સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમને અનુલક્ષી ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની
અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના ADIP યોજના અંતર્ગત
એલ્મિકો દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાં એસેસમેન્ટ કેમ્પોનું આયોજન કરી 2700 જેટલાં દિવ્યાંગજનોને 19
જેટલાં સાધન સહાય આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.આ તમામ લાભાર્થીઓ આવી યોજનાનો પૂરતો લાભ
લઈ શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી
છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરકાર દિવ્યાંગજનો માટે સંવેદનશીલતાથી અને પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરી રહી છે.
તેમણે એક હૃદયસ્પર્શી પ્રસંગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે છેલ્લા 50 વર્ષથી ઢસડાતા જીવન જીવતા એક દિવ્યાંગ ભાઈને
સિહોર ખાતે યોજાયેલા કેમ્પમાં ટ્રાઈસિકલ મળતાં તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે, જે આવી યોજનાઓની
અસરકારકતા દર્શાવે છે.
ભાવનગર જિલ્લામાં શિહોર અને પાલીતાણા તેમજ બોટાદ જિલ્લામાં ત્રણ કેમ્પોનું સફળતાપૂર્વક આયોજન
કરવામાં આવ્યું હતુ જેમાં 825 દિવ્યાંગજનોને કુલ રૂ.121.20 લાખની કિંમતના 1577 સાધનો આપવામાં આવ્યા
હોવાની જાણકારી આપી હતી.
આ બેઠક બાદ કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીએ ભાવનગર કલેકટર શ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ
અધિકારી શ્રી હનુલ ચૌધરી અને પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સહિતના અધિકારીઓ સાથે કાર્યક્રમના સ્થળની
રૂબરૂ મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં અગ્રણી શ્રી અભયસિંહ ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી જયશ્રીબેન જરૂ
સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભાવનગર ખાતે 1,017 દિવ્યાંગ લાભાર્થીઓને રૂ.111.62 લાખની કિંમતના 1600 થી વધુ સહાયક સાધનોનું વિતરણ કરાશે




















Recent Comments