ઉત્તરાયણ પર્વ દરમિયાન ભાવનગર શહેર તથા જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ થયેલા નિર્દોષ પક્ષીઓને બચાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશનની ટીમે વન
વિભાગ (ગુજરાત સરકાર) સાથે સંકલનમાં રહી ભારે જહેમત ઉઠાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું.
આ અભિયાન દરમિયાન માત્ર બે દિવસમાં અંદાજે ૩૭૫થી વધુ પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમને સમયસર સારવાર આપવામાં આવી હતી. આ સાથે
ઉત્તરાયણના બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, રસ્તા, બિલ્ડીંગ, બ્રિજ તેમજ ઝાડ પરથી લટકતી પતંગની દોરી દૂર કરવા માટે ‘પતંગની
દોરી દૂર કરો’ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.
પતંગની દોરી કોઈ જીવ માટે જોખમ ઊભું કરે તે પહેલાં તેને દૂર કરવાની ભાવનાથી આખો દિવસ શહેરના અનેક વિસ્તારોમાં ફરી દોરીનો મોટો જથ્થો
એકત્રિત કરવામાં આવ્યો હતો. “પતંગની દોરી કોઈની જિંદગી ન કાપે તે પહેલાં તેને દૂર કરો” ના સંદેશ સાથે આ અભિયાન પ્રેરણા ફાઉન્ડેશનની ટીમ
દ્વારા સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યું હતું.
આ જીવદયાના સેવાકાર્યમાં ૧૫૦થી વધુ ભાઈ-બહેનો સ્વયંસેવક તરીકે જોડાયા હતા.
આ સરાહનીય કામગીરી બદલ મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ ભાવનગર ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજુભાઈ રાબડીયા,
સીટી ડીવાયએસપી શ્રી આર.આર. સિંઘલ, તેમજ ભાજપ શહેર અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહ અને ભાજપ અગ્રણી શ્રી રાજીવભાઈ પંડ્યા દ્વારા પ્રેરણા
ફાઉન્ડેશનની ટીમને ગુલાબ આપી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
જીવદયાના આ નેક સેવાકાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવતા મહાનુભાવોએ હાજર રહી ટીમને બિરદાવી હતી.
ઉત્તરાયણ પર્વ બાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા, અગાશીઓ અને ઝાડ પર લટકતી પતંગની દોરી માનવજીવન તેમજ અબોલ પક્ષીઓ માટે
ગંભીર જોખમરૂપ બની છે. આ જોખમને ધ્યાનમાં રાખી જીવદયા ભાવનાથી પ્રેરિત સ્વયંસેવકો દ્વારા પતંગની દોરી દૂર કરવાની વિશેષ સફાઈ
કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી દરમિયાન મુખ્ય માર્ગો, સોસાયટીઓ, શાળા આસપાસના વિસ્તારો તેમજ વૃક્ષો પર લટકતી દોરીને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવી રહી
છે. ખાસ કરીને નાયલોન અને ચાઈનીઝ દોરીના કારણે પક્ષીઓના ગળા, પાંખો અને પગમાં ગંભીર ઇજા થવાની ઘટનાઓ વધતી હોવાથી આ
અભિયાન વધુ મહત્વપૂર્ણ બન્યું છે.


















Recent Comments