સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત અને અગ્રેસર ગણાતી શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા આ વર્ષે બેંકના હજારો સભાસદો માટે ‘સભાસદ ભેટ’ વિતરણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સાવરકુંડલા ખાતે રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ પાસે આવેલ આ બેંક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સભાસદો ઉમટી પડ્યા હતા.
બેંકના ચેરમેનશ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ. આ પ્રસંગે બેંકના મેનેજમેન્ટ ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પરાગભાઈ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સભાસદો એ બેંકની સાચી મૂડી છે. બેંક જ્યારે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, ત્યારે તેનો સીધો લાભ સભાસદોને મળે તેવા હેતુથી આ વર્ષે આરબીઆઈની ગાઇડલાઇન મુજબ ઉપયોગી વસ્તુઓની ભેટ રૂપે વહેંચણી કરવામાં આવેલ છે.
ભેટ વિતરણ દરમિયાન કોઈ પણ સભાસદને હાલાકી ન પડે તે માટે બેંક દ્વારા અલગ-અલગ કાઉન્ટરો અને વ્યવસ્થિત ટોકન સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી. બેંકના સ્ટાફ અને ડિરેક્ટરોએ ખડેપગે રહીને તમામ સભાસદોને આદરપૂર્વક ભેટનું વિતરણ કર્યું હતું. આ વર્ષની ભેટની ગુણવત્તા અને ઉપયોગિતા જોઈને સભાસદોએ બેંકના મેનેજમેન્ટ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આગેવાનોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન, મેનેજિંગ ડિરેક્ટર તેમજ તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે બેંકની પ્રગતિમાં સાથ આપનાર તમામ ગ્રાહકો અને સભાસદોનો આભાર માનવામાં આવ્યો હતો. કુલ બેંકના ૧૭૦૦૦ સભાસદોને ભેટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે

















Recent Comments