ભાવનગર

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે આવેલા ઠાકર દુવારાનો પાટોત્સવ યોજાશે 

સંતશ્રી દેવાયત પંડિત અને સતી દેવલ દેના કરકમળો દ્વારા પ્રસ્થાપિત ઐતિહાસિક પંચમુખી જ્યોતના દર્શનનો લાભ સૌ ભક્તોને આ દિવસે મળશે. 

કુંઢેલી ગામના ગામધુમાડા બંધ સાથે ભોજન પ્રસાદનું આયોજન ગોપાલ વાડીમાં કરવામાં આવ્યું છે. તેમજ રાત્રિના સંતવાણી કાર્યક્રમ પણ યોજાશે. સૌને જ્યોતના દર્શનનો  તેમજ પ્રસાદનો લાભ લેવા ઠાકર દુવારાના મહંત છગનબાપુ ભગત પરિવાર તેમજ માલધારી સમાજ દ્વારા સૌને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

Related Posts