અમરેલી

જી.એસ.આર.ટી.સી નિયામક કચેરી ખાતે ડ્રાઈવર્સ અને કંડક્ટરોને રોડ સેફ્ટી વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

જાન્યુઆરી ૨૦૨૬ માસ દરમિયાન જી.એસ.આર.ટી.સી નિયામક કચેરી ખાતે ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાના કુલ ૧૩૦ ડ્રાઈવર્સ અને કંડક્ટરોને રોડ સેફ્ટી વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નશામાં વાહન ચલાવવું નહિ, નો-પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ કરવું નહિ, ટર્નિંગ વખતે વાહન ધીમું રાખવું, લેન ડ્રાઈવીંગ કરવું, વાહનને વળાંક લેવાનો હોય અને ઓવરટેક કરવાનું હોય ત્યારે સાઈડ ઈન્ડિકેટરનો ઉપયોગ કરવો. એસ.ટી. સૂત્ર સ્વચ્છ, સલામત, સમયબદ્ધતાને વળગી રહેવું સહિતની બાબતોને લઈને સમજ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં હેલ્મેટ, સીટ બેલ્ટ, રીફ્લેક્ટર, પી.યુ.સી, ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરના વાહન, હાઇબીમ લાઇટ સહિતની બાબતોને લઈને જનજાગૃત્તિ પ્રસરાવવામાં આવશે. સ્કૂલ કોલેજ કક્ષાએ રોડ સેફ્ટી લગત જનજાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. ડ્રાઈવરો માટે આંખ, બ્લડ પ્રેશર, સુગર તપાસ માટે મેડિકલ કેમ્પ યોજાશે. વાહન ચાલકોએ સલામતી માટે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો, અતિશય ઝડપે વાહન ચલાવવું નહીં વગેરે બાબતોને લઈને કાળજી રાખવી હિતાવહ છે તેમ અમરેલી એ.આર.ટી.ઓ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts