‘શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન’ અંતર્ગત જાન્યુઆરી માસ દરમિયાન આર.ટી.ઓ અમરેલી દ્વારા રોડ સેફ્ટીની વિવિધ પ્રવૃત્તિઓ યજવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ વધારવાના પ્રયત્નો સામેલ છે.
બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે રેડિયમ લગાવવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ગામડાના રસ્તાઓમાંથી વાહન પસાર થાય છે ત્યારે ગામડામાં નાના રસ્તાઓમાં લાઈટ આવેલ ન હોય અને ટ્રેલર, છકડો, સનેડામાં પાછળની બાજુએ લાઈટ આવેલ ન હોય પાછળથી વધુ ઝડપથી આવતા વાહનોને આવા વાહનો ન દેખાતા હોય અકસ્માત સર્જાય છે. તથા અકસ્માતની ભીતિ રહે છે. આથી માર્કેટિંગ યાર્ડ ખાતે વાહનોને સાઈડમાં યલો અને રેડ રેડિયમ રિફ્લેક્ટર પટ્ટીઓ લગાવવામાં આવી હતી તેમ અમરેલી એ.આર.ટી.ઓ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments