ભાવનગર

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે જેસર તાલુકાના શ્રી અજિત સિંહ ગોહિલ ને પ્રાકૃતિક કૃષિ નો રાજ્ય કક્ષા નો ‘બેસ્ટ આત્મા એવોર્ડ’ એનાયત

પાલિતાણાના હણોલ ગામ ખાતે આયોજિત આત્મનિર્ભર હણોલ ઉત્સવ દરમિયાન પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે
નોંધપાત્ર કાર્ય બદલ જેસર તાલુકાના જુનાપાદર ગામના શ્રી અજીતસિંહ ગોહિલને રાજ્ય કક્ષાનો ‘બેસ્ટ
આત્મા એવોર્ડ’ એનાયત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની વિશેષ ઉપસ્થિતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ના હસ્તે શ્રી અજીતસિંહ ગોહિલને  ‘બેસ્ટ આત્મા એવોર્ડ’  પ્રાકૃતિક ખેતી દ્વારા આંબા સાથે મિશ્ર પાક રૂપે
હળદરની ખેતી, તેના મૂલ્યવર્ધન તથા માર્કેટિંગ ક્ષેત્રે કરવામાં આવેલ ઉત્કૃષ્ટ અને પ્રેરણાદાયક કાર્ય બદલ
પ્રાપ્ત થયો છે.
આ તકે શ્રી અજિત સિંહ ગોહિલ એ જણાવ્યું હતું કે આ સન્માન માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ
જિલ્લાના તમામ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સામૂહિક ગૌરવ છે. આ એવોર્ડ એ સાબિત કરે છે કે પ્રાકૃતિક
ખેતી દ્વારા ખેતીની આવક, ગુણવત્તા અને બજાર વ્યવસ્થામાં નોંધપાત્ર પ્રગતિ શક્ય છે.
આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતી કે આ રાજ્ય કક્ષાનો પ્રાકૃતિક ખેતીનો એવોર્ડ પ્રાપ્ત થવા બદલ
આત્મા પ્રોજેક્ટ ભાવનગર, જિલ્લા ખેતીવાડી ખાતું, GPKVB, સરકારશ્રી, સહયોગી મિત્રો, જિલ્લાના તમામ
પ્રાકૃતિક ખેડૂત મિત્રો, માર્ગદર્શન આપનાર વડીલો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts