ભાવનગર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગરના સુભાષનગર ખાતે મેદસ્વિતા સહિત વિવિધ રોગોથી મુક્તિ માટે યોગ શિબિર યોજાઇ

ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ભાવનગરના સુભાષનગર ખાતે તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ વિજય કોલોની –
કોમન પ્લોટમાં યોગ ટ્રેનર હીનાબેન ભટ્ટીના ક્લાસમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ
શિબિરમાં નિયમિત યોગા અભ્યાસથી વ્યક્તિ કેવી રીતે તંદુરસ્ત રહી શકે તેમજ શારીરિક અને માનસિક રોગો પર
યોગ કેવી રીતે સકારાત્મક અસર કરે છે તેના વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ભાવનગર મહાનગરપાલિકાના યોગ કોર્ડીનેટર દ્વારા મહાનગરપાલિકાના અલગ અલગ વોર્ડમાં રોગ થી મુક્તિ
મેળવવા માટે યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. જેથી લોકો વધુને વધુ યોગ સાથે જોડાય અને સ્વાસ્થ્ય
તેમજ આરોગ્યની સુખાકારી પ્રાપ્ત કરી શકે. યોગ કોર્ડિનેટર છાયાબેન પટેલ દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં
કોઈપણ સ્થળે લોકો યોગ કરવા ઈચ્છતા હોય તો તેમના માટે નિશુલ્ક યોગ શિક્ષક આવી શકે તેવી વ્યવસ્થા કરી
આપવામાં આવશે. વધુ માહિતી માટે છાયાબેન પટેલ મો. 8487997969 પર સંપર્ક કરવાનો રહેશે.
આ શિબિરમાં ઝોન કોર્ડિનેટર વાલજીભાઈ ડાભી, મનપા યોગ કોર્ડીનેટર છાયાબેન પટેલ, સોશિયલ મીડિયા
ઝોન કોર્ડીનેટર તેમજ જિલ્લા કોર્ડિનેટર વિશાલભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા. યોગકોચ તરીકે રેખાબેન બુધેલીયા,
રેખાબેન ડોબરીયા, હેતલબેન રાઠોડ, ભૂમિબેન મિયાણી તેમજ અન્ય યોગ ટ્રેનરોની હાજરી સાથે યોગ સાધકોથી આ
શિબિર સફળ રહી હતી.

Related Posts