આજથી અઠ્યાવીશ વર્ષ પહેલાં સાવરકુંડલા શહેરમા શૌર્ય, સાહસ અને દેશપ્રેમનાં ગૌરવ સમા ઈતિહાસના પાને સદાય ચિરંજીવી મહારાણા પ્રતાપની ૪૦૦મી પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરમાં દેશના મહાન ઐતિહાસિક રાષ્ટ્ર ભક્તો એ સંદર્ભ એક વેશભૂષાનું આયોજન થયેલું. આમ પણ આપણા સાંસ્કૃતિક ઈતિહાસનાં મનન માટે આવાં કાર્યક્રમો પણ અત્યંત જરૂરી હોય છે. પ્રસ્તુત તસવીરમાં એ ચારસોમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા વેશભૂષા કાર્યક્રમની એક ઝલક. મહારાણા પ્રતાપનું સ્મરણ થાય એટલે ભામાશાનું નામ પણ હોઠે ન આવે એવું થોડું બને?
માતૃભૂમિ અને ધર્મની રક્ષા માટે પોતાનું આખું આયખું સમર્પિત કરનારા અને ઇતિહાસમાં પણ જેની ટેક આજે પણ ખૂબ ગૌરવ અને સન્માન સાથે તેનું સ્મરણ કરવામાં આવે છે એવાં ટેકીલા મહાન રાષ્ટ્ર ભક્ત મહારાણા પ્રતાપની પૂણ્યતિથી નિમિત્તે આજથી અઠ્યાવીશ વર્ષ પૂર્વે સાવરકુંડલા શહેરમાં નાગરિક સહકારી બેંકના સૌજન્યથી સાવરકુંડલા રાષ્ટ્રીય સમર્પણ સંસ્થા દ્વારા મહારાણા પ્રતાપની ચારસોમી પુણ્યતિથિ નિમિત્તે મણીભાઈ ચોક ખાતે આવેલી સરકારી કન્યા શાળામાં સાવરકુંડલા શહેરની શાળાઓ માટે એક વેશભૂષા કાર્યક્રમ યોજાયો હતો અને આ સંદર્ભે દેશના વીર મહાનુભાવોનું સ્મરણ અને તેની યાદો તાજી કરી તેનાં ગોરવવંતા ઈતિહાસનું મનન પણ કરવામાં આવેલ. હજુ પણ આ સંદર્ભે તેની યાદો સાવરકુંડલા શહેરની એ જોગીદાસ ખુમાણની ઘીંગી ધરા પર અંકિત છે. હા આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પૈકી આજે અમુક વ્યક્તિઓની હયાતી આ દુનિયામાં ઉપસ્થિત નથી પરંતુ આ ચિરંજીવી યાદો જ એ અખૂટ રાષ્ટ્રપ્રેમનું ભાથું છે. આમ પણ સાવરકુંડલા શહેર એટલે રાષ્ટ્ર ભક્તોનું શહેર અહીંનો ઇતિહાસ શૌર્ય, સાહસ સમર્પણ અને અખૂટ દેશપ્રેમ આ સાવરકુંડલાની ધરા પર છલોછલ ભરેલો છે. અહીં દિવાળીનાં દિવસોમાં પણ ઈંગોરિયાનાં કૌવત જેવી શૌર્ય અને હિંમત દર્શાવતી રમતોની ભૂમિ છે. સાવર અને કુંડલા મધ્યે વહેતી એ નાવલીનાં નીરની અનોખી નિશાની છે. આજે પણ અહીં રાષ્ટ્ર ભક્તિનાં પાઠો લોકો હોંશે હોંશે શીખતાં જોવા મળે છે. આમ તો આ કાંટા એટલે કે ત્રાજવાનું શહેર કહેવાય. અહીં રાષ્ટ્ર ભક્તિના મોલ અણમોલ છે. પ્રસ્તુત તસવીરમાં એ ૧૯૯૮ નાં સાલની તસવીરો છે. આ બાબત પણ સાવરકુંડલા શહેરના અનોખા રાષ્ટ્ર પ્રેમની નિશાની જ ગણી શકાય. મહારાણા પ્રતાપને યાદ કરીએ એટલે ભામાશાનું નામ પણ હોઠ પર આવી જાય..

















Recent Comments