સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોમાં અંદાજે રૂ. 7.26 કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
તેમજ લોકાર્પણ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ઘોબા ગામે રૂ. 25 લાખના ખર્ચે નવી ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત,રૂ.2.00
કરોડના ખર્ચે નુરાપીર આશ્રમ સી.સી. રોડ તેમજ રીસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત,રૂ. 2.40 કરોડના ખર્ચે
ઘોબા–ઠાસા રોડના રીસર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત,રૂ. 90 લાખના ખર્ચે સુવિધા પથ રોડનું
ખાતમુહૂર્ત,ફિફાદ ગામે રૂ. 80 લાખના ખર્ચે મેકડા–ફિફાદ રોડના રી-સર્ફેસિંગ કામનું ખાતમુહૂર્ત,પાટી
ગામે રૂ. 11 લાખના ખર્ચે સી.સી. રોડના કામનું ખાતમુહૂર્ત,મોટા ભમોદ્રા ગામે રૂ. 80 લાખના ખર્ચે
સુવિધા પથ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકાના કુલ રૂ. 7.26 કરોડના
વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ સાવરકુંડલા તાલુકાના વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત
સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયતના
સરપંચશ્રીઓ તેમજ આગેવાનો અને કાર્યકરમિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સાવરકુંડલા તાલુકામાં વિકાસનો ધમધમાટ ધારાસભ્ય મહેશભાઈ કસવાલા હસ્તે રૂ,7.26 કરોડના કામોનું ખાતમુહૂર્ત કર્યુ

















Recent Comments