એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી.મળશે. “પી.એમ.કિસાન યોજના” તળે આગામી ૨૨માં હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે.
“પી.એમ.કિસાન યોજના”ના લાભાર્થીએ આ લાભ મેળવવા માટે નોંધણી કરાવવી જરૂરી છે. ફાર્મર રજિસ્ટ્રેશન માટે જે તે ગામના વી.સી.ઈ અથવા વી.એલ.ઈ ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર મારફત નોંદણી કરાવી શકાય છે. તમામ ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે અનુરોધ છે.
ખેડૂતોએ નોંધણી માટે જરૂરી દસ્તાવેજ, આધાર કાર્ડ,આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર અને જમીનની વિગત સાથે રાખવી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments