ભાવનગર

ચારણી સાહિત્યના સંશોધક અને સંપાદક ડો. તીર્થંકર રોહડિયા કાગ એવોર્ડથી વિભૂષિત થશે

બરવાળા પ્રો.તીર્થંકર રોહડિયા કાગ એવોર્ડથી વિભૂષિત થશે ચારણી સાહિત્યના સંશોધક અને સંપાદક ડૉ.તીર્થંકરદાન રોહડિયાને પૂ. મોરારી બાપુ પ્રેરિત, પદ્મશ્રી દુલા ભાયા કાગની સ્મૃતિમાં આપવામાં આવતો ગુજરાતનો અગ્રીમ હરોળનો કાગ  એવોર્ડ આ વર્ષે આપવાનું કાગ એવોર્ડ ચયન સમિતિ અને પૂ. મોરારી બાપુ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. પ્રો તીર્થંકરદાન પોતાના પિતાશ્રી ચારણી સાહિત્યના મૂર્ધન્ય વિદ્વાન રતુદાનજી રોહડિયાના પગલે ચાલી ચારણી સાહિત્ય ક્ષેત્રે સંશોધન અને સંપાદન કાર્ય કરી ચારણી સાહિત્યને સમર્પિત છે. તા. ૨૧- ૨- ૨૦૨૬ ના રોજ કાગધામ (મજાદર) ખાતે પૂ. મોરારિબાપુના હસ્તે, ચારણી સાહિત્ય, લોક સાહિત્ય, સંત સાહિત્યના વિદ્વાનો અને અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિની હાજરીમાં કાગ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે. ઈ . સ. ૨૦૦૭ માં સ્વ. રતુદાનજી રોહડિયાને કાગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ, આમ રતુદાનજી અને કાગ એવોર્ડ બને વિભૂષિત થયા હતા. બાપ દીકરા બંનેને એક જ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હોય તેવા પ્રસંગ ભાગ્યે જ બનતા હોય છે. તીર્થંકરદાન રોહડિયાને કાગ એવોર્ડથી નવાજવાની ક્ષણે બાણીદાનજી રોહડિયા પરિવાર, સમસ્ત ધુનાનાગામ પરિવાર, અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા અને સી.જી.આઈ.એફ. દ્વારા રાજીપો વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.પ્રો તીર્થંકર રોહડિયા ની સિદ્ધિ ઓ (૧) ૧૨ પુસ્તક (૨) ૪૦ થી વધુ વિવિધ યુનિ., કોલેજ અને સંસ્થામાં ચારણી સાહિત્ય, લોક સાહિત્ય અને ગુજરાતી સાહિત્ય વિષયક વ્યાખ્યાન આપ્યા છે.(૩) ૩૫ વખત વિવિધ સંસ્થા, સમાજ, સરકાર દ્વારા સન્માનિત થયા છે.(૪) ૧૦૦ આસપાસ આંતર રાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સેમીનારમાં પ્રતિનિધિત્વ કર્યું છે.

Related Posts