અમરેલી

લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર જરૂરી દ્રવ્ય દાન અર્પણ કરતા દાતા રત્નો

લાઠી ના છભાડિયા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દાન ની સરવાણી આજ રોજ પ્રા.આ.કે મતિરાળા ના આયુષ્માન આરોગ્ય મંદિર છભાડીયા ખાતે છભાડિયા ગામ ના અગ્રણી એવા દાતા પોપટભાઈ જીવાભાઈ કાકડિયા દ્વારા દર્દીઓ માટે ઉપયોગી એવી ઇન્જેક્શન ટ્રે નું દાન આપવા માં આવેલ હતું. તથા બીજા દાતા  વલ્લભભાઈ ભીખાભાઈ બારડ દ્વારા દર્દી ના બેડ માટે ૬ નંગ બેડ શીટ નું દાન આપવા માં આવેલ હતું. બંને ઉદાર દિલ દાતાશ્રીઓ દ્વારા ઉપરોક્ત વસ્તુઓ નું દાન આપતા પ્રા.આ.કે મતિરાળા ના તમામ સ્ટાફ દ્વારા આવકારવા માં આવેલ હતું. દર્દી નારાયણ ની સેવા કરવા પરોક્ષ રીતે ભાગીદારી નોંધાવી અન્ય દાતાશ્રી ઓ ને પ્રેરણા રૂપી સંદેશ પૂરો પાડ્યો હતો. પ્રા.આ.કે. મતિરાળા ના તમામ સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરવા માં આવેલ હતી.

Related Posts