અમરેલી

મોટાઝિંઝુડા ગામમાં નાના બાળકોનો આધારકાર્ડ કેમ્પ યોજાયો

આજરોજ તારીખ ૨૨-૧-૨૬ અને ગુરુવારના રોજ મોટાઝિંઝુડા ગામમાં ૧ થી ૫  વર્ષના નાના બાળકોનો આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકામાંથી CDPO દક્ષાબેન ભટ્ટ, તેમજ સુપરવાઈઝર હાજર રહ્યા હતા. ગામના દરેક સમાજના લોકોને નાના બાળકોનું આધારકાર્ડ સાવરકુંડલા ખાતે જવું ન પડે તેમજ ગરીબ અને મધ્યમ પરિવારોની રોજગારી ન પડે તેવા ઉમદા હેતુથી આધારકાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના દરેક વાલીઓએ પોતાના નાના બાળકને લઈને પોતાનું આધારકાર્ડની પ્રોસેસ કરાવી ખુશી વ્યક્ત કરી હતી. આ તકે ગામના સરપંચ પંકજ ઉનાવા દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આંગણવાડીની બહેનોનો અને CDPO મેડમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Related Posts