અમરેલી

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ – વડિયા મુકામે ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો, કુલ ૬૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લીધી

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ-અમરેલી દ્વારા વડિયા મુકામે ખેડૂતો માટે પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસનું આયોજન પ્રાકૃતિક મોડેલ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ૬૦ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત કરી હતી.

આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિષયક માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સતત પ્રયત્નશીલ છે. જિલ્લાની અંદર પ્રેરણા પ્રવાસ અન્વયે પ્રાકૃતિક બોર્ડના માસ્ટર ટ્રેનર અને તાલુકા પ્રોજેક્ટ મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts