ભાવનગર

ભાવનગરમાં “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત POCSO એક્ટ અંગે ગુડ ટચ–બેડ ટચ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” (BBBP) યોજના
અંતર્ગત તા.17/01/2026ના રોજ શ્રી શાહ ખી.લ. બહેરા મુંગા શાળા, ભાવનગર ખાતે POCSO એક્ટ અંતર્ગત ગુડ
ટચ–બેડ ટચ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન BBBP યોજનાનું મહત્વ, POCSO એક્ટ અંગે કાનૂની જાગૃતિ તેમજ મહિલા અને બાળ
કલ્યાણ સંબંધિત વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW)ના મિશન કો-ઓર્ડિનેટર દ્વારા બેટી બચાવો, બેટી
પઢાવો યોજનાનું મહત્વ તેમજ દીકરીઓના આરોગ્ય અને પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ
જેન્ડર સ્પેશ્યાલિસ્ટ અજયભાઈ ધોપાળ દ્વારા POCSO એક્ટ તથા દીકરીઓને લગતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ
અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી.
1098 ચાઈલ્ડ હેલ્પલાઈનના કાઉન્સેલર દ્વારા વિડિયો પ્રસ્તુતિના માધ્યમથી ગુડ ટચ–બેડ ટચ વિષે સમજ
આપવામાં આવી તેમજ POCSO એક્ટનું મહત્વ અને 1098 હેલ્પલાઈન દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે માહિતી
આપવામાં આવી હતી.
આ ઉપરાંત SHE ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા SHE ટીમની કામગીરી તથા વિવિધ હેલ્પલાઈનો
અંગે માહિતી આપી દીકરીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનું સંચાલન DHEW યોજનાના જેન્ડર સ્પેશ્યાલિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ જાગૃતિ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, DHEWના મિશન કો-ઓર્ડિનેટર શ્રી સંજયભાઈ
ઘાઘરેટીયા, જેન્ડર સ્પેશ્યાલિસ્ટ અજયભાઈ ધોપાળ, SHE ટીમના પોલીસ કર્મચારીશ્રીઓ, 1098 ચાઈલ્ડ હેલ્પલાઈનના
કાઉન્સેલર તેમજ ધોરણ 8 થી 12ની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

Related Posts