ગાંધીનગર આજરોજ ગાંધીનગર ખાતે ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને અનેક ધારાસભ્યો તેમજ વન અને પર્યાવરણ વિભાગના અનેક અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં સન્માન સમારોહનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું….
કલાપી નગર લાઠી ખાતે વર્ષ:2022 માં પ્રખર રામાયણી પૂજ્ય શ્રી મોરારીબાપુની રામકથા, માનસ -શંકરનું આયોજન લાઠીના લબ્ધપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામભાઈ શંકર અને શંકર પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, એ કથા ગંગોત્રીની અનેક ધારાઓ માં લાઠી પંથકમાં સાહિત્યિક, સાંસ્કૃતિક, સામાજિક, પર્યાવરણ, સ્વરોજગાર, ભોજનાલય, વૃક્ષારોપણ થી લઈને અનેક આયોજન થયા હતા એમાં સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી લાઠીની આજુબાજુના તમામ રસ્તાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, દેશીકુળના વૃક્ષો વડલો, પીંપળો, લીમડો પીપરથી લઈને ઘણા પ્રકારના વૃક્ષો વાવવામાં આવ્યા હતા, આજે લાઠી પંથકમાં જ 7000 જેટલા વૃક્ષો સુંદર રીતે ઉછરીને ઘટાટોપ થવા આવ્યા છે, અને લાઠી પંથકતો આજે રૂડું નંદનવન બની ગયું છે….
શ્રી ઘનશ્યામભાઈ શંકરની અંગત દેખરેખમાં એક ટિમ તૈયાર કરીને દરેક વૃક્ષોને યોગ્ય ખાતર પાણી મળી રહે અને બરાબર ઉછેર થાય એ માટે લાઠીમાં શ્રી લાલજીભાઈ બેચરભાઈ ધોળીયા (એલ.બી ભાઈ ધોળીયા) અને મિત્રોની ટિમ માનદ્સેવા આપે છે, સૌ સ્વયંસેવકોની સેવા અને પર્યાવરણના આ ભગિરથ કાર્ય માટે ગુજરાત સરકારે વિશેષ નોંધ લઈને શ્રી એલબી ભાઈનું વન અને પર્યાવણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના શુભ હસ્તે મોમેન્ટો આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે લાઠીના લોકપ્રિય વક્તા અને એમ્બેસેડર તરીકે શ્રી નરેશભાઈ સાગર પણ ઉપસ્થિત રહ્યા હતા….
આ સન્માન શ્રી એલબી ભાઈએ વૃક્ષારોપણથી લઈને ઉછેર સુધીની તમામ સેવાકિય પ્રવૃત્તિમાં સાથ આપનારા સૌ મિત્રોને અર્પણ કર્યું હતું અને આવા સુંદર કામની સરકારશ્રીએ નોંધ લીધી એ માટે આનંદ વ્યકત કર્યો હતો અને પોતાને આ સુંદર સન્માન સમારોહમાં સહભાગી થવા મળ્યું એ માટે શ્રી ઘનશ્યામભાઈ શંકરનો વિશેષ આભાર માન્યો હતો….


















Recent Comments