સરકારી આયુર્વેદ દવાખાનું ઠાડચના મેડિકલ ઑફિસર ડૉ. જયદીપભાઈ ડોડીયા દ્વારા કુંઢેલી પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું . જેમાં સાંધાના દુખાવા, ચામડીના રોગો, બી.પી, ડાયાબિટીસ, પાચનની તકલીફ તથા અન્ય સામાન્ય રોગો ની તપાસ કરી દર્દી ઓ ને વિનામૂલ્યે આયુર્વેદ દવાઓ આપવામાં આવેલ
હતી . જેનો બહોળી સંખ્યામાં ગામ લોકોએ લાભ લીધેલ હતો. અહીં નિદાન કરીને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી.
કેમ્પને સફળ બનાવવામાં લાલુભા રાણા સહિત શાળાના આચાર્ય જતીનભાઇ વ્યાસ, જીતુભાઈ જોશી તથા શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.
તળાજાના કુંઢેલી ગામ ખાતે ફ્રી આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું સફળ આયોજન


















Recent Comments