આજ રોજ તા. ૨૩/૦૧/૨૦૨૬ ને શુક્રવારનાં રોજ પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ ના શુભ આરંભ કાર્યક્રમ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે તિરુવનંતપુરમ, કેરળ ખાતે યોજાયેલ, જે અન્વયે આ કાર્યક્રમને સમાંતર ગુજરાત રાજ્યની તમામ નગરપાલિકાઓમાં સ્થાનીક કાર્યક્રમ યોજાયેલ હતો. જે અંતર્ગત અમરેલી નગરપાલિકા, NULM વિભાગ દ્વારા સભાખંડ, અમરેલી નગરપાલિકા મુકામે કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં લાભાર્થીઓને ૧૫,૦૦૦/- ૨૫,૦૦૦/- અને ૫૦,૦૦૦/- ની લોનના (૧૫ લાભાર્થીઓ) ચેક વિતરણ કરવામાં આવેલ. તેમજ ૯૫ જેટલા લાભાર્થીઓની લોન મંજૂર કરવામાં આવી. સદર કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રી બીપીનભાઈ લીંબાણી, ચીફ ઓફીસર શ્રી વિનોદભાઈ રાઠોડ, NULM યોજનાનાં કર્મચારીગણ તેમજ યુનિયન બેન્કના બેંક મેનેજરશ્રી પ્રમોદ ગૌતમ સાહેબ દ્વારા ક્રેડિટ કાર્ડ વિષે સમજૂતી આપવામાં આવી. તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ બહોળી સંખ્યામાં ફેરિયાઓ દ્વારા કેરળ ખાતેનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ નિહાળવામાં આવેલ.
અમરેલીમાં પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ ભારતભરમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડ ના શુભ આરંભ


















Recent Comments