અમરેલી

સાવરકુંડલા/લીલીયા વિઘાનસભાની વિકાસ ગાથા દર્શાવતુ ”ઋણાનુબંઘ ભાગ-૪” પુસ્તકનુ ભવ્યલોકાર્પણ તેમજ સાવરકુંડલામાં નર્મદાના નીર ઠાલવવા માટે ₹14 કરોડની પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું

સાવરકુંડલા/લીલીયા વિધાનસભામાં વિકાસ અને જનસેવાના મહત્વપૂર્ણ બે પ્રસંગો
એકસાથે ઉજવાયા હતા. સાવરકુંડલામાં નર્મદાના નીર પહોંચાડવા માટે ₹14 કરોડના ખર્ચે બનનાર
પાઇપલાઇન યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાથી શહેર તથા આસપાસના
વિસ્તારોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ બનશે.

આ સાથે સાવરકુંડલા–લીલીયા વિધાનસભાના જનપ્રતિનિધિ અને ધારાસભ્યશ્રી
મહેશભાઈ કસવાલાની અવિરત સેવા, કાર્યશીલતા અને જનહિતલક્ષી કામગીરીનું સરવૈયું રજૂ
કરતું “ઋણાનુબંધ – ભાગ ૪” પુસ્તકનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અટલધારા કાર્યાલય દ્વારા જનહિત માટે કરવામાં આવેલી વિવિધ વિકાસાત્મક
કામગીરીનું સંકલન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે, જે ધારાસભ્યશ્રીની જનસેવા પ્રત્યેની
પ્રતિબદ્ધતા અને વિકાસલક્ષી દ્રષ્ટિકોણને સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં માનવમંદિરના પુજ્ય ભક્તિરામ બાપુ દ્વારા
આશીર્વચન આપવામાં આવ્યા હતા, આ પ્રસંગે અમરેલી જીલ્લાના સાંસદશ્રી ભરતભાઇ સુતરીયા
દ્વારા જણાવવામાં આવ્યુ કે,આ ‘ઋણાનુબંઘ ભાગ-૪ ‘પુસ્તક ખૂબ જ અનુકરણીય અને
સરાહનીય છે, યુથ આઈકોન કેતનભાઈ કાનપરીયા દ્વારા વિજન અને સ્માર્ટ ડેવલોપીંગ વિષે વાત

કરી હતી તેમજ પ્રખ્યાત મોટિવેશન સ્પીકર ધર્મેન્દ્રભાઈ કનાલા દ્વારા સાવરકુંડલા લીલીયા
વિધાનસભ ના મત વિસ્તારમાં થયેલ કામો ચર્ચા કરી હતી આ મહાનુભવો વિશેષ ઉપસ્થિતિમાં
મહેમાનોના હસ્તે “ઋણાનુબંધ – ભાગ ૪”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને નાગરિકો,પત્રકારો
ઉપસ્થિત રહ્યા હતા. વિકાસ અને જનસેવાના આ સંયુક્ત પ્રસંગે સાવરકુંડલા/લીલીયા
વિધાનસભાની પ્રગતિશીલ યાત્રાને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી

Related Posts