દામનગર સાહિત્ય જગત ની શાન ગણાતી ૧૫૦ વર્ષ જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા સુરેન્દ્રનગર જિલ્લા ના વઢવાણ તાલુકા ના ફુલગ્રામ ના એમ ડી તબીબ ડો મેહુલ રાઠોડ સહિત ની ટિમ નું સંસ્થા ના મંત્રી નટુભાઈ ભાતિયા પ્રમુખ હરજીભાઈ નારોલા સહિત ટ્રસ્ટી ઓ એવમ કર્મચારી દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો ઘણા સમય થી દામનગર શહેર સ્થિત સમગ્ર રાજ્યભર માં ગૌરવંતા જ્ઞાન મંદિર શ્રી મણીભાઈ સાર્વજનિક ની મુલાકાત ની ઈચ્છા ધરાવતા
એમ ડી ડો.રાઠોડ મેહુલકુમાર જીડીયા જસરાજભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી હિતેશભાઈ ભગવાનભાઈ
નાકિયા કરસનભાઈ દેવજીભાઈ ફૂલગ્રામ
તાલુકો. વઢવાણ જીલ્લો સુરેન્દ્રનગર ના વાંચનપ્રેમી ઓ આજરોજ ખાસ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાત થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી પાસે થી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની વિગતો થી અવગત થઈ ને મુલાકાત લેવાની ઈચ્છા હતી તેમ જણાવતા મુલાકાતી ઓએ પુસ્તકાલય ની અનેક વર્ષ ના ૩૬૫ દિવસ ખુલતી કોઈ પણ લવાજમ કે શુલ્ક વગર ચાલતી સંસ્થા ની અનેક વિશેષતા વ્યવસ્થા ઓ જાણી દરેક વિભાગો સહિત ની માહિતી મેળવી હતી અભિભૂત થઈ ખૂબ રાજીપો વ્યક્ત કરતા મુલાકાતી એ કલાકો સુધી પુસ્તકાલય ના દરેક વિભાગો વ્યવસ્થા સ્વચ્છતા થી ખુશી વ્યક્ત કરી હતી


















Recent Comments