શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટસ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તા. ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ રવિવારે ૧૬ માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં અમરેલી જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજસાહેબ, સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી જીલ પટેલસાહેબ તથા મામલતદાર શ્રી લેઉવાસાહેબ, ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા તેમજ કાણકિયા કોલેજના આચાર્યશ્રી ડૉ. એસ.સી.રવિયાસાહેબ,
નાયબ મામલતદારશ્રીઓ, વહિવટી સ્ટાફગણ, કોલેજ અધ્યાપકશ્રીઓ તથા સ્ટાફગણ વગેરેની પ્રેરક ઉપસ્થિતિ રહી.
૧૬ માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની ઉજવણી કાણકિયા કોલેજના સભાખંડ ખાતે યુવા મતદાતાઓની વચ્ચે કરવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા એક એવો સંદેશ પાઠવવામાં આવ્યો કે ભારતના નાગરિક પોતાના મતદાનના અધિકારને ઓળખે અને તેનો સુચારુ ઉપયોગ કરે. જે લોકશાહીનો આત્મા ગણાય છે.
આ તકે કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજસાહેબે પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ભારતના તમામ પુખ્ત વયના નાગરિકોને એક મત આપવાનો અધિકાર છે. આપણે ખૂબ જ નસીબવંતા છીએ કે લોકશાહીને ટકાવી રાખવા માટે આપણને આ અધિકાર મળે છે જેને આપણે આપણી જવાબદારી પણ સમજવી જોઈએ. કાણકિયા કોલેજની એસવાય બીકોમની વિદ્યાર્થીની પાયલબેન ખખ્ખરે મતદાતા દિવસ અને મતદાન વિશે એક સુંદર અને પ્રશંસનીય વક્તવ્ય રજૂ કર્યું હતું. જેની કલેકટરશ્રીએ પણ નોંધ લીધી અને પ્રશંસા કરી. કાર્યક્રમમાં શતાયુ મતદાતા એવા કાકલોતરદાદા કે જે 100 વર્ષથી પણ વધુ ઉંમરના મતદાતા છે તેનું સન્માન કરવામાં આવ્યું અને 18 વર્ષ પૂર્ણ કરી અને મતદાતા તરીકે જેની નોંધણી થઈ હોય જેને મતદાર ઓળખ પત્ર આપી અને એવા યુવા મતદાતાઓનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું.
સૌથી અગત્યની બાબત એ રહી કે હાલમાં SIR ની કામગીરી જે બુથ લેવલ અધિકારીઓ(BLO) દ્વારા કરવામાં આવી હતી તે માટે તમામ BLOને કલેકટરશ્રીએ શાબાશી આપી અને બિરદાવ્યા હતા અને કેટલાક પસંદ થયેલ બીએલઓને પ્રશસ્તિપત્રો પણ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા અને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. જે તેમની ફરજના ભાગ હોવા છતાં પણ તેઓ એ એક ઉત્તમ દેશ સેવાનું કાર્ય કર્યું છે તેવું પણ કલેક્ટરશ્રીએ ટાંક્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંકલન -સંચાલન કાણકિયા કોલેજના આચાર્ય શ્રી ડૉ. એસ. સી. રવિયાસાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે એનસીસી કેપ્ટન ડૉ.એલ. એલ. ચૌહાણ, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ. આશિષ ચૌહાણ, ડૉ. અર્જુનસિંહ પરમાર, ડૉ હરેશ દેસરાણી, ડૉ. હાર્દિક ઉદ્દેશી, ડૉ કલ્પેશ રાડીયા, ટેકનિકલ સપોર્ટ માટે જીગ્નેશભાઈ મહેતા, વિજયભાઈ ચુડાસમા વગેરે તેમજ એનસીસીના કેડેટ્સ એનએસએસના સ્વયંસેવકો, રેડ ક્રોસ તથા કોલેજ સહકારી મંડળીના સભ્યો તથા અન્ય સ્ટાફ મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી હતી.


















Recent Comments