અમરેલી

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે ૭૭ માં પ્રજાસતાક પર્વ એ પાલિકા પ્રમુખ નારોલાએ ત્રિરંગાને આપી સલામી આપી

દામનગર શહેર માં ૭૭ માં પ્રજાસતાક પર્વ ની રંગારંગ ઉજવણી દામનગર નગરપાલિકા આયોજિત ૭૭ માં રાષ્ટ્રીય પર્વ એ લોકસભા સાંસદ સહિત અનેકો મહાનુભવો ની ઉપસ્થિતિ નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ શાળા પરિવાર નું બેનમૂન આયોજન પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા એ પુરા અદબ થી ત્રિરંગા ને સલામી આપી પ્રજાસતાક પર્વ ની ભવ્ય ઉજવણી પ્રસંગે દેશપ્રેમ ની લહેર પ્રગટાવી કૃતિ ઓ દ્વારા ત્યાગ સમર્પણ બલિદાન ના જજબા ભર્યો સંદેશ આપતા શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ના છાત્રો ની કૃતિ ઓથી આફરીન થતા શહેરીજનો  સમગ્ર દામનગર નગર પાલિકા વહીવટી તંત્ર સદસ્ય શ્રી ઓ વિવિધ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક સંસ્થા ઓની વિશાળ ઉપસ્થિતિ માં ૭૭ માં પ્રજાસતાક પર્વ ની રંગા રંગ ઉજવણી કરાય હતી દેશ ની રક્ષા કાજે શહિદી વ્હોરનાર ધામેલ ગામ ના મેહુલ ભુવા વીર જવાન ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી કૃતિ ની પ્રસ્તુતિ શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા આબેહૂબ કૃતિ ઓ સમગ્ર શાળા પરિસર ને ત્રિરંગા થીમ થી સુશોભિત કરાય હતી      

Related Posts