ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન વાહન વ્યવહાર નિગમ (ગુ.રા.મા.વા.વ્ય.નિગમ) ભાવનગર વિભાગના
તમામ ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે
વિભાગીય નિયામકશ્રી આર.ડી. પીલવાઈકર દ્વારા ભાવનગર વિભાગના કુલ આઠ ડેપો, વિભાગીય યંત્રાલય તેમજ
વિભાગીય સ્ટોર્સ ખાતે ફરજ બજાવતા મિકેનિક તથા હેલ્પર કક્ષાના કુલ ૨૪૧ કર્મચારીઓને સુરક્ષાના હેતુ અન્વયે તા.
૨૬/૦૧/૨૦૨૬ ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાવનગર વિભાગના વિવિધ ડેપો ખાતે સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ડ્રાઈવર કર્મચારીઓની બેઠક
યોજવામાં આવી હતી. જેમાં જે-તે વિસ્તારના રાજકીય આગેવાનશ્રી તેમજ આર.ટી.ઓ. અધિકારીશ્રીની પ્રેરક
ઉપસ્થિતિમાં વાહન ચલાવવા સબંધી તથા અકસ્માત નિવારવા માટે લેવી જોઈતી તકેદારીની વિશિષ્ટ તાલીમ
શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન આર.ટી.ઓ. દ્વારા નિયત ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે
પાલન કરવા અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાવનગર વિભાગના તમામ ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહ કાર્યક્રમ યોજાયો


















Recent Comments