અમરેલી

સત્યાગ્રહી શહીદ સ્વામી શ્રી શિવાનંદ ની કર્મભૂમિ ફુલગ્રામ ખાતે લાયબ્રેરી ભૂમિ પૂજન કર્મવિરો નું સન્માન

સુરેન્દ્રનગર ના વઢવાણ તાલુકા ફુલગ્રામ ખાતે સ્વામી શિવાનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફુલગ્રામ લાયબ્રેરી નું ભૂમિ પૂજન એવમ સરકારી નોકરી ઓમાં પસંદગી પામેલ  સ્પર્ધામક પરિક્ષાર્થી ઓનું વિશિષ્ટ બહુમાન કરાયું  વઢવાણ પંથક નું ગૌરવ સત્યાગ્રહી શહીદ સ્વામી શ્રી શિવાનંદ એ મહાત્મા ગાંધી 

કાકા કાલેલકર વિનોબાજી ભાવે સાથે આઝાદી ની ચળવળ માં સૌરાષ્ટ્ર માટે મહત્વ નું યોગદાન આપ્યું હતું સત્યાગ્રહી શહીદ સ્વામી શ્રી શિવાનંદજી ની સ્મૃતિ ઓને જીવંત બનાવતી સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે બરદાન રૂપ  પુસ્તકાલય નું નિર્માણ કરવા માટે વડીલો ના વરદહસ્તે ભૂમિ પૂજન કરાયું હતું 2025 દરમ્યાન સરકારી નોકરીઓમાં પસંદ થનાર 25 નોકરીયાતનુ સન્માન કરવામાં આવ્યું  શ્રી ફુલગ્રામ પ્રાથમિક શાળા  ફુલગ્રામ.તથા ગામના સૌ વડીલોના હસ્તે લાઈબ્રેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ફુલગ્રામ, તાલુકો વઢવાણ, જીલ્લો – સુરેન્દ્રનગર.સ્વામી શિવાનંદ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ફુલગ્રામ.દ્વારા પ્રજાસતાક પર્વ એ પુસ્તકાલય નિર્માણ કાર્ય માટે ભૂમિ પૂજન થી સમગ્ર પંથક ના સ્પર્ધાત્મક પુસ્તકાલય નિર્માણ કાર્ય થી ખુશી વ્યાપી હતી

Related Posts