નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલ ખાતે સંસ્થાના પૂર્વ આચાર્ય અને વર્તમાન ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના ઉપપ્રમુખ શ્રી કિશોરભાઈ જાનીનો ‘સ્મૃતિ વંદના’ અને અભિવાદન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.કાર્યક્રમના પ્રારંભે શિક્ષક કમલેશભાઈ ગોંડલીયાએ સૌનું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટી વિનુભાઈ રાવળની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પરિવાર દ્વારા કિશોરભાઈને શાલ અને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીશ્રી તથા સહકર્મચારી આપાભાઈ માંજરીયાએ કિશોરભાઈના નિષ્ઠાવાન કાર્યકાળને બિરદાવ્યો હતો.
શાળાના વર્તમાન આચાર્ય ચેતનભાઈ ગુજરીયાએ કિશોરભાઈના હસ્તે થયેલી પોતાની નિમણૂંકને ગૌરવ સાથે યાદ કરી હતી. સન્માનના પ્રત્યુત્તરમાં કિશોરભાઈ જાનીએ જણાવ્યું હતું કે, “મનુષ્યના સારા કાર્યોની નોંધ હંમેશા ઈશ્વર લેતા હોય છે.”
સમગ્ર કાર્યક્રમનું સંચાલન તૃપ્તિબેન ભરાડ અને આભારવિધિ રફીકભાઈ ભોરણીયા દ્વારા કરવામાં આવી હતી. આચાર્ય ચેતનભાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફગણના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.


















Recent Comments