ગુજરાત

એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારના કારણે ખેડુતોને શેરડીના યોગ્ય ભાવ નથી મળતા : અમિત ચાવડા

·        એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચારના કારણે ખેડુતોને શેરડીના યોગ્ય ભાવ નથી મળતા: અમિત ચાવડા

·        ગૃહમંત્રીના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યુંડ્રગ્સ,દારૂ ,હત્યા,ચોરી,અપહરણ,બળાત્કાર ને છેડતીના બનાવોમાં થયો વધારો:અમિત ચાવડા 

·        સહકારી ક્ષેત્રને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું: અમિત ચાવડા 

·        સરદાર પટેલની કર્મ ભૂમિ સ્વરાજ આશ્રમને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરો: અમિત ચાવડા

ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના  આજે ૩જા  ફેજના સાતમાં દિવસે દક્ષિણ ગુજરાતના ચાલી રહેલ  યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ  આજે  સવારે 9:00 વાગે બારડોલીથી પ્રસ્થાન કરીને વિહત,કામરેજ, સાયણ,કિમ,કોસંબા,વેલાછા,લીંબડા,આસરડી, મોસાળી પહોંચી હતી. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતમાં સાતમાં દિવસે વિવિધ વિસ્તારમાં ઉષ્માભેર યાત્રાનું સ્વાગત કર્યું હતું. યાત્રા દરમિયાન બાઈક રેલી,ટ્રેકટર રેલી દ્રારા ખેડુતોની વેદન સાંભળી હતી. ટ્રેકટરી રેલી દરમિયાન સ્થાનિક ખેડુતોએ શેરડીના ભાવ નથી મળતા,દવા,વીજળી,નકલી બિયારણ જેવી વિવિધ સમસ્યાની રજૂઆત કરી હતી.

સુરત જીલ્લાના કિમ ખાતે મીડિયાને સંબોધન કરતા શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલના નેતૃત્વમાં અંગ્રેજો સામેની લડાઈમાં બારડોલી મહત્વનું કેન્દ્ર રહ્યું હતું તેથી  “સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે”.ભાજપની ડબલ એન્જિનની સરકારમાં ખેડૂતોને પૂરતા બજાર ભાવ નથી મળતા, પોલ્યુશનમાં વધારો થયો,બેરોજગારીમાં વધારો, કાયદો વ્યવસ્થા કથળી,ચારે તરફ ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરી દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે  આશીર્વાદરૂપ સંસ્થા છે, પંરતુ ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી,ચૂસી લીધી અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. ગૃહમંત્રીના હોમ ટાઉનમાં લોકો ફરીયાદ કરે છે કે, દારુ અને ડ્રગ્સના કારણે  યુવાધન બરબાદ થયો છે. બુટલેગરો બેફામ થયા, ગુંડા તત્વોની દાદાગીરીના કારણે બહેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે.

એશિયાની સૌથી મોટી બારડોલી સુગર ફેક્ટરીમાં ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે ખેડૂતોને તેમની મહેનતનો યોગ્ય લાભ મળતો નથી. શેરડીના ભાવમાં પારદર્શકતા ન હોવાને કારણે નફો શાસકો સુધી પહોંચે છે. ખેડુતોને યોગ્ય વળતર આપીને ફેક્ટરીને ખરેખર સહકારી બનાવવી જોઈએ. જેથી ખેડૂતોએ પોતાની મહેનતનો પૂરતો લાભ મેળવી શકે.ગૃહમંત્રીના વિસ્તારમાં ગુનાખોરીનો દર સતત વધી રહ્યો છે. ડ્રગ્સ, દારૂ, હત્યા, ચોરી, અપહરણ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.જે લોકો માટે ગર્ભિત ચિંતાનો વિષય બની ચુક્યો છે. યાત્રા દરમિયાન ગામે ગામ લોકોએ રજૂઆત કરી કે, દારૂ અને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે. બુટલેગરો બેફામ થયા છે.ગુંડા તત્વોની દાદાગીરી અને હેરાનગતિના કારણે બહેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે. સહકારી સંસ્થામાં ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી, ચૂસી લીધી અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે.

શ્રી અમિતભાઈ ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે,બારડોલીથી લઈને માંગરોલ સુધીના વિસ્તારમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતે છે.ભાજપની ડબલ એન્જિનની સરકારમાં જનતા વિકાસથી વંચિત છે.બેરોજગારી,કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે. આ તમામ મુદ્દે લોકોએ ખૂબ આક્રોશ વ્યકત કર્યો હતો. આવનારા દિવસોમાં સુરત જીલ્લાના પ્રશ્નો વિધાનસભામાં પણ ઉઠાવશું. આ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ,તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી રસ્તા પર ઉતરી લોકોના હક અધિકાર અને ન્યાય માટેની લડત પણ લડીશું.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહ પ્રભારી બી.વી. શ્રી નિવાસજી, વરીષ્ઠ આગેવાન કરશનદસ બાપુ ભાદરકા, સુરત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી આંનદભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શ્રી સુનીલભાઈ ગામિત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન શ્રી તરૂણભાઈ વાઘેલા, જીલ્લા/તાલુકાના પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

Related Posts