ભાવનગર

ભાવનગર જિલ્લાકક્ષા ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન (બેટરી ટેસ્ટ) કાર્યક્રમ અંતર્ગત વાલીઓ માટે ડી.એલ.એસ.એસ. યોજના અંગે માર્ગદર્શન શિબિર યોજાઈ

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,
ગાંધીનગર દ્વારા પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરીતાર્થ
કરવા એક સંયોજીત યોજના જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ વર્ષ ૨૦૧૩-૧૪ થી અમલમાં મુકવામાં આવેલ છે.
જિલ્લાકક્ષા ટેલેન્ટ આઈડેન્ટીફીકેશન (બેટરી ટેસ્ટ) પૂર્વે જિલ્લાકક્ષાએ પસંદ થયેલ ખેલાડીઓનાં વાલીઓને
યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવા તા. ૦૮/૦૨/૨૦૨૬ નાં રોજ સરદાર પટેલ રમત સંકુલ, ભાવનગર ખાતે જાગૃતિ
શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં અંદાજીત ૩૦૦ જેટલા વાલીઓએ ભાગ લીધો હતો.

આ શિબિરનું આયોજન વાલીઓને ડી.એલ.એસ.એસ.યોજનાનું સંપૂર્ણ માર્ગદર્શન મળી રહે તે હેતુસર કરવામાં
આવ્યું હતું. જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી સુનીલ આર.ચૌધરી દ્વારા ખેલાડી કઈ રીતે આ યોજનામાં પસંદ
થાય, ક્યા પ્રકારની કસોટી આપવાની હોય અને તેને આ યોજના અંતર્ગત મળવા પાત્ર લાભો વિષે સંપૂર્ણ માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું.

Related Posts