પવિત્ર મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સાવરકુંડલા શહેર સ્થિત સુપ્રસિદ્ધ સ્વામી નિર્દોષાનંદજી આશ્રમ ખાતે ભક્તિ, સેવા અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આશ્રમ પરિસરમાં પૂર્ણ આસ્થા અને ઉત્સાહ સાથે શિવરાત્રીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા.
મહાશિવરાત્રીના અવસરને માનવસેવામાં પરિવર્તિત કરવાના હેતુથી આશ્રમ કેમ્પસમાં
આ મહોત્સવનાં અનુસંધાને પૂજ્યપાદ સ્વામીજી દ્વારા દર્દીનારાયણની તદ્દન નિ:શુલ્ક આરોગ્યસેવા કરવા માટે ભાવનગર જિલ્લાના ટીંબી મુકામે પ્રસ્થાપિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવાનાં હોસ્પિટલ’ના દર્દીઓનાં લાભાર્થે રક્તદાન મહાશિબિરનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.
. આ મહા રક્તદાન કેમ્પનો પ્રારંભ પરમ પૂજ્ય સ્વામી ભોલાનંદ સરસ્વતીજીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.આ મહા રકતદાન કેમ્પમાં ૩૫૦ બોટલ રકતનો ટાર્ગેટ રાખવામાં આવેલ છે. આ સંદર્ભ રક્તદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરવામાં આવ્યો હતો. આશ્રમના વિશાળ પટાંગણમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિ-વિધાન સાથે શિવલિંગ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પૂજા બાદ આયોજિત ધર્મસભામાં પૂ. સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ પોતાની અસ્ખલિત અમૃતમયવાણીમાં પ્રેરક પ્રવચન આપ્યું હતું. સ્વામીજીએ મહાશિવરાત્રીના આધ્યાત્મિક મહત્વ પર પ્રકાશ પાડતા ઉપસ્થિત ભાવિકો ભક્તિરસમાં તરબોળ થયા હતા. તેમની આ અમૃતવાણીથી શિવભક્તો અભિભૂત થયા હતા અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.
આ પર્વ નિમિત્તે આશ્રમ ખાતે ધાર્મિક સાહિત્યના વિશેષ બુક સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા. . સાથોસાથ આ પ્રસંગે પૂ. સ્વામી શ્રી ભોલાનંદજીનાં વરદહસ્તે લિખિત સદવિચારોની સુગંધથી ભરેલ નૂતન પુસ્તક ‘સદવિચાર દિવાકર’ તથા પૂ. ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદજીનાં વરદહસ્તે લખાયેલ અને ઘણાં બધા વર્ષોથી અપ્રાપ્ય હતો એવો પૂજનીય દાદા ગુરુદેવ સ્વામી શ્રી જગદીશ્વરાનંદજીનાં સંપૂર્ણ જીવન ચરિત્રનો દુર્લભ ગ્રંથ ‘જીવન સુધા’ ની સંશોધિત-સચિત્ર આવૃત્તિનું ભવ્ય વિમોચન પણ કરવામાં આવેલ. મનને સ્પર્શી જાય તેવા વિચારો અને આધ્યાત્મિક જ્ઞાનના પુસ્તકોએ મુલાકાતીઓનું ધ્યાન ખેંચ્યું હતું.
ભક્તોએ દર્શન અને પ્રવચનની સાથે જ્ઞાનના ભાથા સમાન સાહિત્યનો પણ લાભ લીધો હતો.આ પર્વ નિમિત્તે આશ્રમ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફળાહારની વ્યવસ્થા સાથે ચા પાણી લીંબુ સરબતની પણ ભાવિકો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી
સમગ્ર આયોજનને સફળ બનાવવા આશ્રમના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મહાશિવરાત્રીના આ મહોત્સવે સાવરકુંડલા પંથકમાં ભક્તિ અને સેવાની નવી જ્યોત જગાવી છે.


















Recent Comments