ભાવનગર

ભાવનગરના ઘોઘામાં માતૃભાષા મહોત્સવ – ૨૦૨૬ અંતર્ગત કવિસંમેલન યોજાયું

વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સરકારી વિનયન
અને વાણિજ્ય કૉલેજ, ઘોઘાના સંયુક્ત ઉપક્રમે તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ ઘોઘા ખાતે “માતૃભાષા મહોત્સવ –
૨૦૨૬” અંતર્ગત કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને
સાહિત્યરસિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
આ કાર્યક્રમના પ્રારંભે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાએ પ્રેરણાદાયક સંદેશ પાઠવી
માતૃભાષાની અસીમ શક્તિ અને ગુજરાતી ભાષાના સંવર્ધનની આવશ્યકતા પર ભાર મુક્યો હતો. તેમણે ભાષા માત્ર
અભિવ્યક્તિનું સાધન નહીં પરંતુ સંસ્કૃતિ અને ઓળખનો આધારસ્તંભ હોવાનું જણાવ્યું હતું.
કૉલેજના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની પૃષ્ઠભૂમિ રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા
હતા.
કવિસંમેલનમાં કવિ શ્રી આશિષ મકવાણા, કવિ શ્રી યોગેશ પંડ્યા અને કવિ શ્રી જયેશ ભટ્ટે માતૃભાષા, સંસ્કૃતિ
અને માનવીય મૂલ્યો આધારિત રચનાઓનું ભાવપૂર્વક કાવ્યપઠન કર્યું હતું. શ્રોતાઓએ તાળીઓના ગડગડાટ સાથે
કવિઓને વધાવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ડૉ. સુરેશ બારૈયાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. ભરત મકવાણાએ વ્યક્ત કરી હતી.
આ સમગ્ર આયોજન આચાર્યશ્રી ડૉ. ગુણવંતરાય વાજા અને ગુજરાતી વિભાગના વડા ડૉ. અનિરુદ્ધસિંહ
ગોહિલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું હતું. સ્ટાફ તથા વિદ્યાર્થીઓના સહકારથી કાર્યક્રમને યાદગાર
બનાવાયો હતો.

Related Posts