ગુજરાત

લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ અને ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ તરફ કેન્સરના દર્દી નારાયણો શુધ્ધ ધી ની ચીરો અર્પણ કરાયો

અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તથા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ તરફથી તા.18 ફેબ્રુઆરી 2026 બુધવારના રોજ સવારે 9:00 વાગે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે આવેલ કેન્સર હોસ્પિટલ કેન્સર ગ્રસ્ત બાળકો તથા ભાઈઓ બહેનોના વોર્ડમાં 150 થી વધુ દર્દીઓને ચોખ્ખા ઘીનો શીરો પીરસવા આવ્યો.સાથે સાથે બાળકોને સુંદર આકર્ષક ડેન્ટલ કીટ કે જેમાં બે ટુથ બ્રશ અને બે ટુથ પેસ્ટની એક સુંદર કીટ અર્પણ કરવામાં આવી આ સેવા પ્રદાન ડૉ.અરુણાબેન ભડીયાદરા તથા લાયન બેલાબેન પરીખ તરફથી કરવામાં આવી હતી સેવા કાર્યના સહયોગમાં ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટના મે.ટ્રસ્ટી કલાબેન વ્યાસ,ટ્રસ્ટીઓ કનુભાઈ પટેલ,પુષ્પાબેન રાઠોડ,સ્ટાફ મિત્રો,દિગ્વિજય દર્દી  સહાય ટ્રસ્ટ તરફથી લા.મનીષાબેન પંચાલ લાયન ક્લબના પ્રમુખ પરાગભાઈ શાહ,લા.ભાવનાબેન શાહ તથા લાયન વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts