અમરેલી

શ્રી નીકળંગ આશ્રમ પાડરશીંગા ને ૫૦ વર્ષ પૂર્ણ થતા ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ અનેક વિધ સેવા સત્કર્મ સાથે સંપન્ન

દામનગર ના પાડરશીંગા શ્રી નીકળંગ આશ્રમ પાડરશીંગા ને ૫૦ વર્ષ પૂર્ણ થતા ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો અનેક વિધ સેવા સત્કર્મ ની સુવાસ ફેલાવતા શ્રી નીકળંગ આશ્રમ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ દિવ્ય રીતે સંપન્ન થયો હતો  તા.૧૩/૦૨/૨૬ ને શુક્રવારે પ્રારંભાયેલ કાર્યક્રમ તા.૧૬/૦૨/૨૬ સોમવાર ના રોજ પૂર્ણાહુતિ કરાય હતી મહોત્સવ દરમ્યાન ભજન ભોજન મહાયજ્ઞ દર્શન પૂજન અર્ચન સાથે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો પોથી યાત્રા સંત દર્શન રાસોત્સવ સંતવાણી સાથે શ્રી નીકળંગ આશ્રમ ના  મહંત ૫.પૂ.મહંતશ્રી બાલકદારાબાપુ ૫.પૂ. ગુફથી પ્રેમ સાહેબ ની રક્ત તુલા કરાય હતી શ્રી નીકળંગ આશ્રમ ના સમસ્ત સેવક સમુદાય દ્વારા અદમ્ય  ઉત્સાહ સાથે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામદેવજી મહારાજની અસમી કૃપાથી પ.પુ. ગુરૂ શ્રી પ્રેમ સાહેબ બાપા ગુરૂ શ્રી સીતારામ બાપુના આર્શીવાદથી શ્રી નકળંગધામ આશ્રમના ૫૦ વર્ષ પુર્ણ થયા અને ૫.પુ. ગુરૂ શ્રી પ્રેમ સાહેબ બાપાની ૪૨ મી પુર્ણતીથી નિમીતે અને ૫.પુ. સંત શ્રી લાલદાસ બાપુની આવીરથ કૃપાથી મહંત શ્રી બાલકદાસ બાપુના સાનીધ્યમાં સુર્વણ જયંતી મહોત્સવનું આયોજન માં  શ્રી મહાવિષ્ણુ યાગ યજ્ઞમાં આહૂતી અને ગુરૂગમ ગ્રંથગાથાનું રસપાન કરવા સર્વો ભાવીક ભકતોને એ વિશાળ ઉપસ્થિત રહી ધર્મ લાભ મેળવ્યો હતો યજ્ઞ સમારોહ દરમીયાન ત્રણ દિવસ રામદેવજી મહારાજના (૩૩ જયોત) પાઠ દર્શનનું ભવ્ય દિવ્ય દર્શન નું આયોજન રાખેલ હતું શ્રી નીકળંગ આશ્રમ સુવર્ણ જયંતિ મહોત્સવ ધર્મ ઉલ્લાસ થી ભવ્ય રીતે સંપન્ન થયો હતો 

Related Posts