અમરેલી

વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ ઐતિહાસિક બજેટને આવકારતા અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા

તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ને બુધવારના રોજ વિધાનસભા ગૃહમાં ગુજરાત સરકારના નાણામંત્રી
શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ-૨૦૨૬ ને અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ
કાછડીયાએ આવકારેલ છે અને આ બજેટને ગુજરાતના ઇતિહાસનું વિક્રમી અને ઐતિહાસિક ગણાવી રૂ.
૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ રજૂ કરવા બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ
પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરેલ છે.
પૂર્વ સાંસદશ્રીએ બજેટ અંગે વાત કરતા જણાવેલ છે કે, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી
નરેન્દ્રભાઈ મોદી સાહેબના @2027 વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં મદદરૂપ થવા
ગુજરાત સરકાર દ્વારા આ ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા આ બજેટમાં રાજ્યના ગરીબ, ગામડું, મહિલાઓ થી લઇ ખેડૂતો એમ
તમામ વર્ગના સર્વાંગીણ વિકાસ માટે અનેકવિધ જોગવાઈ કરવામાં આવી છે અને યોજનાઓ તેમજ
પરિયોજનાઓ જાહેર કરવામાં આવી છે.
પૂર્વ સાંસદશ્રીએ મંત્રાલય વાઈઝ આંકડાકીય માહિતી આપતા જણાવેલ છે કે, ગુજરાત સરકાર
દ્વારા રાજ્યમાં શિક્ષણ માટે રૂ. ૬૩,૧૮૪ કરોડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે રૂ.
૩૩,૫૦૪ કરોડ, માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. ૨૯,૭૦૯ કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે
રૂ. ૨૫,૪૦૩ કરોડ, કૃષિ ખેડૂત અને સહકાર માટે રૂ. ૨૪,૦૨૨ કરોડ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને
ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ. ૧૪,૮૫૮ કરોડ જેવી માતબર રકમની જોગવાઈ કરી છે.
આમ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવા બદલ પૂર્વ સાંસદ શ્રી
નારણભાઈ કાછડીયાએ પુનઃ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી
કનુભાઈ દેસાઈનો આભાર વ્યક્ત કરેલ છે.

Related Posts