માહિતી કમિશ્નરશ્રીની કચેરી દ્વારા પ્રકાશિત થતા ગુજરાત પાક્ષિક અને ગુજરાત રોજગાર સમાચાર માટેના લવાજમની રકમ હવે સરળતાથી ઓનલાઇન ભરવાની સુવિધા ઉપલબ્ધ છે. વાચકો સરળ અને સુરક્ષિત રીતે SBI Collect પોર્ટલ મારફતે ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. આ માટે ઓનલાઇન પ્રક્રિયા અનુસરવાની રહેશે.
ઓનલાઇન પ્રક્રિયાનું માર્ગદર્શન આપતું પોસ્ટર જેમાં ક્યૂ આર કોડની મદદથી રોજગાર સમાચાર અને ગુજરાત પાક્ષિકના ઓનલાઇન પેમેન્ટની લિંક મળી શકશે. જિલ્લા માહિતી કચેરી અમરેલી દ્વારા આ માર્ગદર્શિકાના પ્રચાર પ્રસાર માટે ઓનલાઇન પેમેન્ટના સ્ટેપ સમજાવતું પોસ્ટર શહેર અને જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના નોટિસ બોર્ડ પર લગાડવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શહેરની પ્રતાપરાય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આ પોસ્ટર નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યું હતું.
પેમેન્ટ માટેનું માર્ગદર્શન
૧) સૌપ્રથમ SBI Collect પોર્ટલ https://onlinesbi.sbi.bank.in/sbicollect/ પર જાઓ. ત્યાં Type of Institution માં Director of Information પસંદ કરો.
૨) ત્યારબાદ ગુજરાત પાક્ષિક / ગુજરાત રોજગાર સમાચાર માટે જે લવાજમ ભરવું હોય તે વિકલ્પ પસંદ કરો.
૩) Enter Payment Details માં તમારું નામ, મોબાઇલ નંબર, સરનામું અને જરૂરી અન્ય વિગતો સચોટ રીતે દાખલ કરો. ત્યારબાદ I have read and agreed to the Terms & Conditions પર ટિક કરી Proceed પર ક્લિક કરો.
૪) પેમેન્ટ પૂર્ણ કરવા માટે ઉપલબ્ધ વિકલ્પોમાંથી Net Banking, Debit Card, Credit Card, UPI, NEFT/RTGS અથવા Branch Payment પસંદ કરી પેમેન્ટ પૂર્ણ કરો.
૫) પેમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મળતી Receipt / Reference Number ને ડાઉનલોડ કરી સંગ્રહિત રાખવો.
૬) અરજદારોને OTP અથવા PIN જેવી ગોપનીય માહિતી કોઈને પણ આપવી નહીં. પેમેન્ટ માટે માત્ર સત્તાવાર SBI Collect વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
આ ઓનલાઇન પેમેન્ટની વ્યવસ્થાથી વાચકો ઘર બેઠા સરળતા, પારદર્શિતા અને સમય બચત સાથે ગુજરાત પાક્ષિક અને રોજગાર સમાચારના લવાજમની રકમ ભરવાની સુવિધા પ્રાપ્ત થશે.


















Recent Comments