ભાવનગર

ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા તૈયાર કરાયેલ તૃતિય પુનરાવર્તીત વિકાસ યોજના-૨૦૪૧ જાહેર કરાયો

ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) દ્વારા તૈયાર કરાયેલ તૃતિય પુનરાવર્તીત વિકાસ યોજના-
૨૦૪૧ જાહેર કરવામાં આવ્યો એ અંગે ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ (બાડા) ના ચેરમેનશ્રી ડૉ. નરેન્દ્રકુમાર
મીના (IAS) દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવામાં આવી હતી. આ તકે ભાવનગર વિસ્તાર વિકાસ
સત્તામંડળ (બાડા) ના ઈ. ચા. મુખ્ય કારોબારી અધિકારી શ્રી એન. ડી. ગોવાણી (GAS) ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પરિષદમાં ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના ચેરમેનશ્રી ડૉ. નરેન્દ્રકુમાર મીના (IAS) દ્વારા
તૃતિય પુનરાવર્તીત વિકાસ યોજના-૨૦૪૧ અંગેની માહિતી પાવર પોઈન્ટ પ્રેઝનટેશન દ્વારા આપતા જણાવ્યું હતું કે
રીંગ રોડ-૧ માટે શહેરના વિવિધ ભાગો વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવા અને કનેક્ટિવિટી સુધારવા માટે
હાલના ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારની હદ તથા બાડાની હદ સાથે ૪૫ મી., ૬૦ મી., અને ૧૦૦ મી., તથા
રીંગ રોડ – 2 (75 મીટર પહોળો) અને રીંગ રોડ – 3 (90 મીટર પહોળો) હાલના BADA વિસ્તારની હદ સાથે 90
મીટર પહોળો રસ્તાનુ આયોજન કરેલ છે. જે નજીકના ગામડાઓને જોડશે. જેથી કનેક્ટિવિટી વધશે અને ભવિષ્યના
આયોજિત વિકાસને ટેકો મળશે.
વધુમાં જણાવ્યું હતું કે અર્બન ફોરેસ્ટ હેઠળ એક નવું શહેરી વન વિકસાવવા માટે નારી ગામ પાસે અને બોર
તળાવ પાસે એમ બંને જગ્યાઓ થઈને 181 હેક્ટર જગ્યા રીઝર્વે રાખેલ છે.વિકાસ યોજનામાં રિક્રિએશન ઝોન, ક્રિકેટ
સ્ટેડિયમ, કન્વેશન સેન્ટર, જળાશય માટે, ટ્રાન્સપોટેશન અને કોમ્યુનિકેશન ઝોન, ટી. પી. સ્કીમ, રેસિડેન્શિયલ ઝોન,
કોમર્શિયલ ઝોન, ઇન્ડસ્ટ્રિયલ ઝોન વગેરે અંગે જણાવવામાં આવ્યું હતું.
ગુજરાત ટાઉન પ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ-૧૯૭૬ ની કલમ-૯ હેઠળ તુતીય પુનરાવતીત
વિકાસ યોજના-૨૦૪૧ બાડા તા. ૦૨/૦૩/૨૦૨૬ ના રોજ સરકારશ્રીને સાદર કરેલ છે અને અધિનિયમની કલમ
૧૩(૧) હેઠળ ૦૩/૦૩/૨૦૨૬ ના ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિકાસ યોજના BADA
કાર્યાલયમાં જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. જો કોઈ અરજદારને BADA દ્વારા પ્રકાશિત વિકાસ યોજના
સામે કોઈ વાંધો/સૂચન હોય, તો અરજદાર તારીખ 03/03/2026 થી બે મહિના સુધી વાંધો/સૂચન રજુ કરી શકે છે.

Related Posts