આગામી સમયમાં જિલ્લામાં અમરેલી, વડિયા-કુંકાવાવ, લાઠી, બાબરા, ઘારી, બગસરા, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની તથા અમરેલી, સાવરકુંડલા, બાબરા, બગસરા, દામનગર અને ઘારી એમ કુલ – ૬ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે.
આ ચૂંટણીઓ માટેની મતદારયાદીમાં દરેક મતદાર તેનું નામ ચકાસી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તા.૨૩.૦૩.૨૦૨૬ ના રોજ મતદારયાદીની પ્રાથમિક પ્રસિઘ્ઘિ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોના મતદારોની મતદારયાદી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ખાતે અને શહેરી વિસ્તારોના મતદારોની મતદારયાદી સબંઘિત નગરપાલિકા કચેરી, મામલતદાર કચેરી અને નગરપાલિકાના વોર્ડોના જાહેર સ્થળોએ જોવા મળશે, તેમ જિલ્લા ચૂંટણી તંત્રની એક અખબારી યાદીમાં જણાવાયું છે.















Recent Comments