ભાવનગર શહેરના તળાજા રોડ કામિનીયા નગર ચોકડી પાસે હનુમંત મિત્ર મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આગામી તા 2 ને ગુરુવારે સૌ ભાવિકોની હાજરીમાં ધર્મમય માહોલમાં આ કાર્યક્રમ યોજશે.
આ દિવસે 31 કુંડિય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વટેમાર્ગુ તેમજ સૌ દર્શનાર્થીઓ માટે 25000 પ્રસાદીના પેકેટ, 5000 લીટર વરિયાળી શરબત, 2500 કિલા તરબૂચ પ્રસાદી તરીકે વહેંચવામાં આવશે.
છેલા 13 વર્ષથી અહીં હનુમંત જન્મોત્સવનું ભાવ અને શ્રધ્ધાભેર આયોજન કરવામાં આવે છે. આ ભાવ અવસરનો અને દાદાના દર્શનનો લાભ લેવા જણાવ્યું છે.














Recent Comments