અમરેલી

સાવરકુંડલામાં સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી: ‘જય વેલનાથ’ના નાદ સાથે કોળી સમાજ ગુંજી ઉઠ્યો

ગુંજ્યો છે નાદ આજ                                વેલનાથના નામનો આખા શહેરમાં,

શ્રદ્ધાની હેલી લાવી છે 

ખુશીઓ કોળી સમાજના લહેરમાં.

​રાત-દિવસ ભલે વીતે પણ                          ભક્તિ તમારી અખંડ રહે,

બાપુ, તમારી કૃપાની 

સરવાણી સદાય હૈયામાં વહે.

–“પાંધી સર”

સાવરકુંડલા શહેર અને તાલુકાના કોળી સમાજ દ્વારા સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વેલનાથ વાડી, ભુવા રોડ ખાતેથી એક વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી, જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી હતી.

​આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. સમગ્ર માર્ગ પર ‘જય વેલનાથ’ના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે કોળી સમાજના પ્રમુખ શ્રી બટુકભાઈ ઉનાવા, ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ દુબાણીયા, તેમજ જ્ઞાતિના અગ્રણીઓ સર્વશ્રી હસુભાઈ ચાવડા, કમલેશભાઈ રાનેરા, બાલાભાઈ અને દિનેશભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો.

​શોભાયાત્રાના સમાપન બાદ વેલનાથ વાડી ખાતે સમસ્ત જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયેલા આ મહોત્સવે સાવરકુંડલા કોળી સમાજમાં એકતા અને ભક્તિનો સંગમ રચાયો હતો.

Related Posts