ભાવનગર

ત્રણ પેઢીનાં પુસ્તકોનું એક સાથે વિમોચન 

તાજેતરમાં શબ્દશ્રી અને વિદ્યાસભા, અમદાવાદ પ્રસ્તુત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જ્યોતિ ભટ્ટ, અર્ચના ભટ્ટ અને ધરા પટેલ ત્રણ લેખિકાનાં સાત પુસ્તકોનો ભવ્ય વિમોચન સમારોહ યોજાય ગયો. એક જ પરિવારના માતા, પુત્રી અને પૌત્રીનાં પુસ્તકોનું એક સાથે વિમોચન થયું હોય એવી આ સાહિત્યજગતની પહેલી ઘટના છે.   

પ્રસિદ્ધ લેખક રમેશ તન્ના, લલિત ખંભાયતાએ વિમોચન કર્યું હતું. હરદ્વાર ગોસ્વામી અને ધીરેન અવાશિયા અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બાળ કલાકાર ધનિક ભટ્ટ અને શબ્દ ગોસ્વામીએ કાવ્ય પ્રસ્તુતિ અને કાવ્યગાન ડૉ. કૃતિ મેઘનાથીએ કર્યું હતું. મોટી સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts