સાવરકુંડલા શહેરના દેવળા ગેટ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં
આવ્યું હતું
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા એ ઉપસ્થિત જનસમૂહને સંબોધતા જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરના સર્વાંગી
વિકાસ, આધુનિક સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત અને વિકાસલક્ષી નેતૃત્વ અનિવાર્ય છે. તેમણે શહેરના વિકાસ
માટે ચાલી રહેલા અને આગામી આયોજન અંગે પણ માહિતી આપી હતી.
ધારાસભ્યશ્રી એ તમામ શહેરવાસીઓને અપીલ કરી હતી કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના
ઉમેદવારશ્રીઓને ભવ્ય બહુમતિથી વિજયી બનાવી શહેરના વિકાસને નવી દિશા આપે.
જનસભામાં ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક સમર્થન વ્યક્ત કરી વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો.
આ જનસભામાં શહેરવાસીઓ, કાર્યકર્તાઓ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ
ઉત્સાહમય અને ઉર્જાવાન બની ગયું હતું.
















Recent Comments