સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૬ માં મંજૂર થયેલ આઇકોનિક રોડ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના નિર્માણને લઈને પાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપાધ્યક્ષ પ્રતિકભાઈ નાકરાણી દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં ફેલાતી ગેરસમજો અને રાજકીય પ્રેરિત વાતોનું ખંડન કરી હકીકત લોકો સમક્ષ મૂકી છે.
આ માત્ર રસ્તો નહીં, પણ શહેરના આધુનિકીકરણનું પ્રતીક બનશે.
સાવરકુંડલાના ઇતિહાસમાં પ્રથમ વખત અખંડ ભારતના શિલ્પીની ભવ્ય પ્રતિમા અને આકર્ષક સર્કલનું નિર્માણ થશે.
વિકાસની હારમાળા: રિવરફ્રન્ટ, ફિલ્ટર પ્લાન્ટ અને સ્પોર્ટ્સ સંકુલ બાદ આ પ્રોજેક્ટ શહેરની શોભામાં ચાર ચાંદ લગાવશે.
અખબારી યાદીમાં જણાવાયું છે કે, ટેન્ડર પ્રક્રિયા અને ટેકનિકલ મંજૂરીઓ સરકારી નિયમો અનુસાર ચાલી રહી છે. આ પ્રક્રિયાને કારણે કાર્ય શરૂ કરવામાં થોડો સમય લાગવો સ્વાભાવિક છે. ભાજપ સરકાર ગુણવત્તા અને લાંબા ગાળાના આયોજનમાં માને છે, તેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારની ગેરસમજમાં ન આવવા અપીલ કરવામાં આવી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાની ખાતરી આપવામાં આવી છે.
















Recent Comments