અમરેલી જિલ્લાની તમામ ૧૨ સરકારી આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ સત્ર ૨૦૨૬ અંતર્ગત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધોરણ ૧૦ પાસ તેમજ ધોરણ ૮ પાસ લાયકાત ધરાવતા તમામ ઈચ્છુક ઉમેદવારો આ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ઓનલાઈન અરજી કરવા માટે તા.૧૪/૦૫/૨૦૨૬ થી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમયમર્યાદા દરમિયાન ઉમેદવારો જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈ.નો સંપર્ક કરીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે.
અમરેલી જિલ્લામાં હાલમાં અમરેલી, લાઠી, લીલીયા, બાબરા, બગસરા, ધારી, કુંકાવાવ, વડિયા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ એમ કુલ ૧૨ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) કાર્યરત છે. તમામ ઉમેદવારો કોઈપણ મુશ્કેલી વિના સરળતાથી પોતાનું ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકે તે માટે તમામ સંસ્થાઓ ખાતે વિશેષ ‘હેલ્પ સેન્ટર’ ઊભા કરવામાં આવ્યા છે. અમરેલી: 94290 98168, કુંકાવાવ: 94281 90982, વડિયા: 88666 04960, ધારી: 96388 13840, બગસરા: 89800 70809, ખાંભા: 99246 55079, સાવરકુંડલા: 98980 41677, લીલીયા: 96014 35660, લાઠી: 94269 95888, બાબરા: 95743 45344, રાજુલા: 93768 19475, જાફરાબાદ: 89800 34657. પ્રવેશ ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓને સમયસર ઓનલાઈન ફોર્મ ભરી દેવા તેમજ વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ. અથવા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.










Recent Comments