ખેતીવાડી શાખા, તાલુકા પંચાયત અમરેલી દ્વારા અમરેલી તાલુકાના તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે હાલ વિવિધ કૃષિ યોજનાઓ હેઠળ સહાયનો લાભ મેળવવાની તક ઉપલબ્ધ છે.
ખેડૂતોને સોયાબીન બ્લોક નિદર્શન તથા દિવેલા બ્લોક નિદર્શન યોજનાઓ હેઠળ ૫૦ ટકા સહાય આપવામાં આવી રહી છે. ઉપરાંત ટ્રાયકોટોડર્મા (Trichoderma), એલ.એફ.ઓ.એમ. (LFOM), પ્રોમ (PROM) અને નીમ ઓઇલ પર પણ ૫૦ ટકા સહાય ઉપલબ્ધ છે.
આ યોજનાઓનો લાભ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવનાર હોવાથી લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ વિલંબ કર્યા વગર પોતાના વિસ્તારના ગ્રામસેવક (ખેતીવાડી) નો તાત્કાલિક સંપર્ક કરી જરૂરી કાર્યવાહી કરવા શ્રી, આર.એમ.શેખવા વિસ્તરણ અધિકારીશ્રી ખેતી, તાલુકા પંચાયત અમરેલી અનુરોધ કરવામાં આવે છે.















Recent Comments