અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પહેલાં ૦૫ ઓગસ્ટથી ૧૩ ઓગસ્ટ સુધી વિદ્યાર્થીઓ માટે તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા વિવિધ સ્પર્ધાઓની તારીખ જાહેર કરવામાં આવી છે.
આ સ્પર્ધાઓમાં ૦૯ ઓગસ્ટે તાલુકા કક્ષાની અને ૧૦ ઓગસ્ટે જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ થશે. આ સ્પર્ધામાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટીશન, રમતગમત સ્પર્ધાઓ, દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધાઓ અંતર્ગત ૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થશે. તેમજ શાળાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમ થશે
૧૩ ઓગસ્ટે તાલુકા કક્ષાએ જ્યારે ૧૪ ઓગસ્ટે જિલ્લા કક્ષાએ સ્વાતંત્ર્ય દિન થીમ આધારીત મહેંદી સ્પર્ધા યોજાશે. જ્યારે ૧૩ ઓગસ્ટે શાળાઓમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃત્તિ અભિયાન અને વેશભૂષા સ્પર્ધા યોજાશે. વિદ્યાર્થીઓ ગામે ગામ પ્રભાતફેરી કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંગે રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જશે.













Recent Comments