અમરેલી

અમરેલી જિલ્લા ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

 અમરેલી જિલ્લા ખાતે યોજાનાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન પ્રિ ઈન્ડીપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અમરેલી દ્વારા, આગામી તા. ૦૭/૦૮/૨૦૨૬ના રોજ સિંગીંગ સ્પર્ધા તથા તા. ૧૦/૦૮/૨૦૨૬ના રોજ હેરિટેજ ફોટોગ્રાફી સ્પર્ધા તથા પ્રદર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા ભાઈઓ – બહેનોએ તા. ૦૫/૦૮/૨૦૨૬ સુધીમાં પોતાની એન્ટ્રી(પ્રવેશ ફોર્મ) જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રૂમ નં.૧૧૦/૧૧૧, અમરેલી ખાતે રૂબરૂમાં/ટપાલથી પહોંચતી કરવાની રહેશે. સ્પર્ધાના ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ dydoamreli.blogpost.com પરથી મેળવી શકાશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નં. ૦૨૭૯૨ ૨૨૩૬૩૦ પર સંપર્ક કરવો તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts