આગામી જૂલાઈ અને ઓગસ્ટ-૨૦૨૬ના માસ દરમિયાન તા.૨૫/૦૭/૨૦૨૬ના એકાદશી,
તા.૨૭/૦૭/૨૦૨૬ જયા પાર્વતી વ્રત, તા.૨૯/૦૭/૨૦૨૬ ગુરૂપૂર્ણિમા, તા.૦૨/૦૮/૨૦૨૬ સંકષ્ટ ચતુર્થી,
તા.૦૩/૦૮/૨૦૨૬ નાગપંચમી, તા.૦૬/૦૮/૨૦૨૬ કાલાષ્ટમી, તા.૧૩/૦૮/૨૦૨૬ શ્રાવણમાસ પ્રારંભ,
તા.૧૫/૦૮/૨૦૨૬ સ્વાતંત્ર્ય દિવસ તથા તા.૨૦/૦૮/૨૦૨૬ દુર્ગાષ્ટમી વગેરે તહેવારો-ઉત્સવો ઉજવનારા છે.
આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સમગ્ર ભાવનગર જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી
એન.ડી.ગોવાણીએ મળેલ અધિકારની રૂઈએ નિયત કરાયેલાં વિસ્તારમાં તા.૨૪/૦૭/૨૦૨૬ થી તા.૨૨/૦૭/૨૦૨૬
સુધી (બંને દિવસો સહિત) સુધી જાહેરનામાં દર્શાવ્યાં મુજબ કોઈએ શસ્ત્ર, દંડા, તલવાર, છરી, કુંહાડી, ધારીયા, ગુપ્તી,
કુંડેલીવાળી લાકડીઓ, લોખંડનાં પાઈપ, ભાલા તથા બંદુક, લાઠી અથવા શારીરીક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ
સાધન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
કોઈ પણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વગેરે પદાર્થો લઈ જવા નહીં. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી
બીજી વસ્તુઓ અથવા વસ્તુ ફેંકવા કે ધકેલવાના યંત્રો સાથે લઈ જવા નહીં તેમજ સભા/સરઘસની મંજુરી આપનાર
સક્ષમ અધિકારીશ્રીની મંજુરી લીધા વગર સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઈ જવી નહિ.
મનુષ્ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં. અપમાનો
કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્સ સુત્રો પોકારવા નહીં. ગીતો ગાવા નહીં અને ટોળામાં
ફરકવું નહીં.
પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હૉલ કે ઓડિટોરિયમ કે નાટ્ય ગૃહ તથા
ટાઉન હોલમાં પ્રવેશવું નહીં.
ઘણી બધી દુકાનોમાં સશસ્ત્રો તથા હથિયાર જાહેરમાં પ્રદર્શીત રાખવામાં આવે છે જેનાથી સગીરવયના બાળકો
આવા હથિયારોથી આકર્ષિત થતા હોય જેથી બાળકોમાં હિંસાની ભાવના જાગૃત થતી હોય આવા ભયંકર હથિયારોનું
વેચાણ કરનાર દુકાનોમાં જાહેરમાં હથિયાર પ્રદર્શીત કરવા નહી.
આ હુકમ ફરજ પરના અઘિકારીઓ કે કર્મચારીઓ કે હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ
નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અઘિકારી/કર્મચારી હથિયાર ઘરાવતા હોય તેને,
જેઓને શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય તેને, પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રીથી
ઉત્તરતા દરજજાના ન હોય તેવા પોલીસ અઘિકારીશ્રીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને,
યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓને દંડ રાખેલ હોય તેને, પોલીસ અધિક્ષકશ્રી અગર તો તેઓશ્રીએ નિયુકત
કરેલ અઘિકારીશ્રીની કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને, જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અથવા
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી કોઈ વ્યક્તિને લાગુ પડશે નહિ.
આ જાહેરનામું ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે. આ જાહેરનામાનો કોઈ ખંડનો ભંગ અથવા
ઉલ્લંઘન કરનારને ઓછામાં ઓછી ચાર મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા અને ગુજરાત પોલીસ
અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબની દંડની પણ સજા થશે.
આ જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલનાં પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે ફરજ પરનાં
કોઈપણ હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરનાં અધિકારીને અધિકાર રહેશે.













Recent Comments