ભાવનગર

“સાંપ્રત સામાજિક પ્રશ્નો અને પડકારો” શામળદાસ આર્ટસ કોલેજ માં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાય ડોક્ટર નાનકભાઈ ભટ્ટ ની અધ્યક્ષતા માં ચિંતન શિબિર

ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ સાથે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાય ડોક્ટર નાનકભાઈ ભટ્ટે સાંપ્રત સામાજિક પ્રશ્નો અને પડકારો વિશે પોતાના અભ્યાસ પૂર્ણ વિચારો વ્યક્ત કર્યા હતા. તારીખ 28 જુને શામળદાસ કોલેજના મધ્યસ્થ ખંડમાં યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે પ્રાધ્યાપક ડોક્ટર નિલેશભાઈએ સ્વાગત પ્રવચન કરી શિશુ વિહાર ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નો પરિચય આપી સંસ્થાગત પ્રવૃત્તિ ની વાત કરી હતી. આ ઉપક્રમે ડોક્ટર નાનકભાઈએ સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને પ્રશ્નોથી આગળ વધી તેના નિરાકરણ માટે જ્ઞાનથી અને પ્રયત્નથી સજ્જ થવા આહવાન આપ્યું હતું હતું. 250 થી વધુ વિદ્યાર્થીઓ એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બદલાતા સમાજશાસ્ત્રની વાત નું આદાનપ્રદાન કર્યું હતું.

Related Posts