અમરેલી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલીની નવી ટર્મ માટે ૧૧ સભ્યોએ ઉમેદવારી નોંધાવી: યુવા ચહેરાઓને અપાયું પ્રાધાન્ય

અમરેલી નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિની વર્તમાન ટર્મ પૂર્ણ થતાં નવી ટર્મ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લા ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા બાદ આજે ૧૧ સભ્યોએ શિક્ષણ સમિતિના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી છે. આ વખતના મેન્ડેટમાં ખાસ કરીને યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. યુવાનોની પસંદગીના કારણે શિક્ષણ સમિતિમાં નવી ઉર્જા અને નવતર વિચારધારાનો સંચાર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત સરકારના ઉર્જા મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઇ કાનાણી, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા .સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી પી. પી. સોજીત્રાના માર્ગદર્શન હેઠળ અને અમરેલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન માંગરોળિયા, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિનોદભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ શ્રી વિજયભાઈ ચોટલીયાની સહિતના આગેવાનોની હાજરીમાં જિલ્લા ભાજપ દ્વારા મેન્ડેટ મેળવનાર તમામ ૧૧ સભ્યોએ પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
અત્રે નોંધનીય બાબત એ છે કે, આ ચૂંટણીમાં વિરોધ પક્ષ તરફથી એક પણ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યું નથી, એટલે કે વિરોધ પક્ષનું ખાતું પણ ખૂલ્યું નથી. જ્યારે સત્તાધારી પક્ષ તરફથી ૧૧ સભ્યો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.
પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ઉમેદવારી નોંધાવનાર ૧૧ સભ્યોમાં શ્રી સોલંકી જયંતિભાઈ નટવરભાઈ (ઉર્ફે વિપુલભાઈ), શ્રી મનીષભાઈ ભૂપતરાય સિધ્ધપુરા, શ્રી ધર્મેશભાઈ વલ્લભભાઈ દેસાઈ, શ્રી કેવલકુમાર પ્રદ્યુમનભાઈ મહેતા, શ્રી હર્ષાબેન દિવ્યકાંતભાઈ પંડ્યા, શ્રી અવી અરૂણભાઈ કોરાટ, શ્રી હિતેશકુમાર સવજીભાઈ ઢોલરીયા, શ્રી કેતનભાઈ બળવંતરાય ધોળકિયા, શ્રી રાકેશ બાબુભાઈ નાકરાણી, શ્રી બ્રિજેશ પ્રવિણચંદ્ર કુરુંદલે અને શ્રી અર્જુન મનીષભાઈ દવેનો સમાવેશ થાય છે.
ઉમેદવારી નોંધાવનાર આ તમામ ૧૧ સભ્યોને ઉપસ્થિત આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ નવી ટીમ શિક્ષણ ક્ષેત્રે નવી ઉર્જા, નવા વિચારો અને હકારાત્મક કાર્યો સાથે અમરેલીના પ્રાથમિક શિક્ષણના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts