અમરેલી

અમરેલીની આસ્થા હોસ્પિટલને મળી અંગદાન પ્રક્રિયાની મંજૂરી હવે અમરેલીમાં થઈ શકશે ઓર્ગન ડોનેશન

અમરેલીની આસ્થા હોસ્પિટલ ને મળી અંગદાન પ્રક્રિયાની મંજૂરી હવે અમરેલીમાં થઈ શકશે ઓર્ગન ડોનેશન અમરેલી રાજ્ય સરકારની ઓથોરાઈઝ કમિટી દ્વારા માનવ શરીરના અંગોને પ્રત્યાર્પણ કરવા‌ માટે અમરેલીની સુવિખ્યાત અને જરૂરી સુવિધાથી સજ્જ આસ્થા હોસ્પિટલને ઓર્ગન ડોનેશન પ્રક્રિયા માટે ૧૯૯૪ના કાયદા મુજબ માન્યતા આપવામાં આવી છે. 

અમરેલીના જાણીતાં અને અનુભવી ફિઝિશિયન ડૉ. અશોક પરમારે જણાવ્યું હતું કે, આસ્થા હોસ્પિટલને હ્યુમન ઓર્ગન ડોનેશન એક્ટ હેઠળ મંજૂરી મળતાં આનંદ સાથે ગૌરવની લાગણી અનુભવું છું તેમજ આધુનિક ટેકનોલોજી સાથે મેડિકલ ફિલ્ડમાં આવેલ સાયન્ટિફિક ક્રાંતિ મુરઝાતી માનવ જિંદગી બચાવવા ખૂબ મહત્વની સાબિત થઈ છે. આ સેવાથી જરૂરિયાત મંદ દર્દીઓનું જીવન બચાવવા સહિયારો પ્રયત્ન કરીશું અને ઓર્ગન ડોનેશન અંતર્ગત ડોનર પાસેથી હોસ્પિટલ તરફથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. 

આ સાથે માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલ સંસ્થા સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી જેમને તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા આઈ ડોનેશન અવેરનેસ, બ્લડ ડોનેશન એક્ટિવિટી સહિત સેવાકીય કાર્યો બદલ સન્માનિત કરવામાં આવેલ તેમને “ઓર્ગન ડોનેશન અવેરનેસ” માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. અમરેલી જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી વ્યક્તિઓ, હોસ્પિટલ્સ, ડૉક્ટર્સ તેમજ વોલન્ટિયર્સને સાથે લઈ અંગદાન પ્રવૃત્તિ બાબતે જાગૃતિ ફેલાવવાનું કાર્ય હાથ ધરવામાં આવશે. તેમ‌ સંવેદન ગૃપ દ્વારા જણાવાયું છે.

Related Posts